Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ભયજનક સ્થિતિ

કોર્પોરેશનની યોજનાનાં હજારો આવાસ જર્જરીત

કોંગી કોર્પોરેટરો જાગૃતિબેન અને મનસુખભાઇની રજુઆત બાદ મ્યુ.કમિશનરે આવાસ યોજનાઓમાં જર્જરીત મકાનોનો સર્વે શરૂ કરાવ્યો

રાજકોટ તા.૨૭: તાજેતરમાં અમદાવાદમાં ઓઢવમાં આવેલ આવાસ યોજનાના મકાનો ધરાશય પામ્યા છે. ત્યારે રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની યોજનાના હજારો આવાસ જર્જરીત હોવાની રજુઆત વિપક્ષી ઉપનેતા મનસુખભાઇ કાલરીયા અને વોર્ડનં. ૧૩ કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વારા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીને લેખિત પાઠવી કરવામાં આવી છેે. આ રજુઆત બાદ મ્યુનિ. કમિશનરશ્રી દ્વારા જુના ૧૩૫૦૦ તથા નવા ૬૫૦૦ સહિત કુલ ૨૧ હજાર આવાસોનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે.

 

આ અંગે વોર્ડ નં. ૧૩ના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે,વોર્ડ નં. ૧૩ માં ગોકુલધામ, ડાલીબાઇ કન્યા છાત્રાલય માનસતા ઇન્ઙ, અને ગુરૂપ્રસાદ ચોક, સહિતના વિસ્તારોમાં આવાસ યોજન આવેલ છે. આ આવાસ યોજનાના ૬૦૦ થી પ૦૦ કવાર્ટરો ૧પ વર્ષ ઉપરના જુના થઇ ગયેલ.  જયારે આ અંગે  તાત્કાલીક સર્વે કરાવી ક્ષત્રીગ્રસ્ત, રીપેરીંગ કરવા માંગ કરવામાં આવી છે.

મનસુખભાઇ

આ અંગે વિપક્ષી ઉપનેતા મનસુખભાઇ કાલરીયાએ મ્યુનિ. કમિશનરને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે, શહેરના વોર્ડ નં. ૧૦માં ભગતસિંહજી ગાર્ડન પાછળ આવેલ હા. બોર્ડના કવાર્ટસ ખુબ જ જર્જરીત હાલતમાં છે. દિવાલોના પ્લાસ્ટર ઉખડી ગયા છે. પાણી -ડ્રેનેજની ઇનપુટ-આઉટપુટ પાઇપ-લાઇનો તુટી ફુટી ગયેલ છે. જેનાથી દિવાલો ડેમેજ થઇ ગઇ છે. અગાસી ઉપરથી પાણીની તમામ સ્ટોરેજ ટેંકો તુટી ગયેલ છે. ડ્રેનેજની કુંડીઓ સતત ઉભરાવાથી ગંદકી, દુર્ગંધ અને મચ્છરોનું સામ્રાજય રહે છે. વધુમાં શ્રી કાલરીયાએ જણાવ્યું હતું કે,ઙ્ગસફાળ નિયમિત થતી ન હોય ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળી રહયા છે. તેવી મનસુખભાઇએ આક્ષેપો કર્યા હતા.(૧.૨૬)

જામનગર રોડ પરનાં સ્લમ કવાર્ટર અત્યંત જોખમીઃ નોટસો અપાઇ છતા રહેવાસીઓ ખાલી નથી કરતા

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં.૩માં આવેલા જામનગર રોડ પરનાં વર્ષો જુના સ્લમ કવાર્ટર અત્યંત જર્જરીત હોય કોર્પોરેશન દ્વારા ૫૦ કે થી વધુ કવાર્ટર ધારકોને મકાન ખાલી કરવા નોટીસો આપવામાં આવી છે.આમ છતા રહેવાસીઓ ખાલી નથી કરતાઃ તંત્રને મોટો પડકાર

 

(3:48 pm IST)