Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.ફીલના અભ્યાસક્રમને લાગ્યા તાળા

નવી શિક્ષણનીતિ અને યુજીસીના ૧૦ વર્ષના સમય મર્યાદા પૂર્ણ થતા લેવાયેલો નિર્ણય : ૩૦૦ વિદ્યાર્થીઓ ચાલુ વર્ષે અન્ય અભ્યાસક્રમમાં પ્રવેશ કરશે

રાજકોટ, તા. ૨૯ : બી ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું શૈક્ષણિક સ્તર દિન પ્રતિદિન કથળી રહ્યુ છે. નવી શિક્ષણનીતિ કેવી અસરકારક રહેશે તેની હાલ કેટલાક ધંધાદારી શિક્ષણકારો ચિંતન કરી રહ્યા છે. પરંતુ હાલ ૨૦૨૧-૨૨ના શૈક્ષણિક વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.ફીલનો અભ્યાસક્રમ બંધ કરવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દિન પ્રતિદિન વિદ્યાર્થીઓની હાજરી ઓછી અને દર મહિને દોઢ થી અઢી લાખનો પગાર કટકટાવતા અધ્યાપકો શિક્ષણને બદલે ઈત્તરપ્રવૃતિમાં ઓતપ્રોત રહે છે. વિદ્યાર્થી પ્રવૃતિને બદલે રાજકીય અને અન્ય પ્રવૃતિમાં અધ્યાપકો ખૂબ ઉત્સાહીત હોય છે.

અનુસ્નાતક કક્ષાના અગત્યનો કોર્ષ કે જે અધ્યાપક શિક્ષકની ભરતીમાં તેમજ પીએચડી પ્રવેશમાં ખૂબ ઉપયોગી થતો તે એમફીલનો કોર્ષ ચાલુ વર્ષે બંધ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો હાલ અભ્યાસક્રમ બંધ કરવા પાછળ નવી શિક્ષણનીતિને જવાબદાર ગણે છે. નવા અભ્યાસક્રમ શરૃ કરવા ને બદલે એમ.ફીલના કોર્ષ બંધ કરતા હવે ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ અન્ય અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવશે.

(4:40 pm IST)