Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

એક મહિનામાં શ્રેષ્ઠ કામગીરી બદલ ૧૮ પોલીસમેનને 'કોપ ઓફ ધ મંથ'નો એવોર્ડ આપતા પોલીસ કમિશ્નર

અલગ-અલગ એપ્લીકેશન દ્વારા માથાભારે શખ્સો, એમ.સી.આર. હીસ્ટ્રીશીટર, બુટલેગર તથા નાસતા ફરતા આરોપીને અવારનવાર ચેક કરતા ગુનામાં ઘટાડો

રાજકોટઃ શહેરમાં ચાલુ વર્ષે સમાંતર માસની સરખામણીએ ગુન્હાઓનું પ્રમાણ ઘટયું છે. અને ડીટેકશનનું પ્રમાણ વધ્યું છે અને ક્રાઇમરેઇટમાં ઘટાડો થયો છે. આ અંતર્ગત પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ જુન માસમાં શહેરના તમામ પોલીસ સ્ટેશન દ્વારા જુદી-જુદી એપ્લીકેશનમાં કરેલ શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને 'કોપ ઓફ ધ મંથ'ના પ્રશંસા પત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરક્ષા કવચ એપ્લીકેશન દ્વારા શહેરના માથાભારે શખ્સો, એમસીઆર, હીસ્ટ્રીશીટર, બુટલેગરો તથા નાસતા ફરતા આરોપીઓને અવાર નવાર ચેક કરતા ગુનાઓમાં ઘટાડો થયો છે.  પ્રથમ ક્રમે માલવીયાનગર અને બીજાક્રમે તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા અલગ-અલગ એપ્લીકેશનોમાં ડેટા એન્ટ્રીઓ પુર્ણ કરી શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી છે.  પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ,  ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા તથા એસીપી ડી.વી.બસીયા, જે.એસ.ગેડમ તેમજ તમામ પોલીસ મથકના પીઆઇની ઉપસ્થિતીમાં પોલીસ કમિશ્નરકચેરી હેઠળના બ્રાંચ તથા અલગ-અલગ પોલીસ સ્ટેશન તથા હેડ કવાટસમાં ફરજ બજાવતા પોલીસ મેનમાં ૧૮ પોલીસ કર્મચારીઓને 'કોપ ઓફ ધ મંથ'ના પ્રશંસા પત્ર એનાયત કર્યા હતા. 

(3:51 pm IST)