Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

ઇ-ધરામાં રેકર્ડ પલળી ગયા બાદ જૂની કલેકટર કચેરીમાં બેસતી તમામ કચેરીઓનું ચેકીંગ કરવા સીટી પ્રાંતનો પત્ર

રાજકોટ તા. ર૯ :.. તાજેતરનાં વરસાદે રાજકોટ તાલુકા મામલતદાર કચેરીના ઇ-ધરા કેન્દ્રમાં સતત બે દિ'થી પાણી ટપકતા અબજોની મીલકતનું રેકર્ડ પલળી ગયું હતું. અમૂક મહત્વના કેસોના રેકર્ડને પણ અસર થઇ હતી, આના અહેવાલો બાદ તંત્રને દોડધામ થઇ પડી હતી, મામલતદાર પાસે  અહેવાલો મંગાવાયા છે.

દરમિયાન આજે સીટી પ્રાંત-૧ શ્રી સિધ્ધાર્થ ગઢવીએ માર્ગ-મકાન તંત્રને તાકિદનો પત્ર પાઠવી જૂની કલેકટર કચેરીમાં બેસતી તમામ મહેસૂલ કચેરી અને અન્ય કચેરીઓ ચકાસવા-રીપોર્ટ કરવા જણાવ્યું છે, આ તમામ કચેરીમાં વરસાદનું પાણી પડે છે કે કેમ, બિલ્ડીંગ જર્જરીત  હોય તો તે, અન્ય મરામતની જરૂરત હોય તો તે સહિતનો અહેવાલ અને દર ૬ મહિને કે ચોમાસાની સીઝન દરમિયાન બિલ્ડીંગો ખાસ ચકાસવા પણ પત્રમાં કહેવાયું છે. 

(3:27 pm IST)