Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

૪૩ સ્થળોએ પે એન્ડ પાર્કિંગનાં ટેન્ડરો ભાવ માત્ર ૧૮ના આવ્યાઃ ૧પનો કોન્ટ્રાકટ મંજૂર

મોચી બજાર, જયુબેલી માર્કેટ, ઢેબર રોડ, મ્યુ. કોર્પોરેશન ચોક સહિત રપ સ્થળ માટે કોઇ એ ટેન્ડર ન ભર્યુઃ સૌથી ઉંચાઃ ૪.રપ લાખ સર્વેશ્વર ચોકનાં ભાવ આવ્યાઃ સૌથી ઓછા પારડી રોડ, કોમ્યુનિટી હોલ પાસે માત્ર ૬ર હજારનો ભાવ આવ્યો

રાજકોટ તા. ર૯ :.. મ.ન.પા. દ્વારા શહેરમાં ૪૩ સ્થળોએ ' પે એન્ડ પાર્કીંગ' નાં કોન્ટ્રાકટ માટે ટેન્ડરો પ્રસિધ્ધ  થયેલ પરંતુ તેની સામે માત્ર ૧૮ સ્થળ માટે જ ટેન્ડરો આવતાં તેનાં કોન્ટ્રાકટની મંજૂરી માટે સ્ટેન્ડીંગ કમીટીમાં દરખાસ્ત છે.

આ દરખાસ્ત મુજબ શહેરનાં મોચી બજાર કોર્ટ પાસે, જયુબેલી શાક માર્કેટ રોડ, ઢેબર રોડની બે-સાઇડ, મ્યુ. કોર્પોરેશન ચોક પાસે, આ સ્થળો સહિત કુલ રપ સ્થળ માટે કોઇએ ભાવ નથી ભર્યા.

જયારે બાકી જે ૧૮ સ્થળોએ પે એન્ડ પાર્કીંગનાં ભાવો આવ્યા છે. તેમાં સૌથી વધુ સર્વેશ્વર ચોક માટે વર્ષના રૂ. ૪.રપ લાખ અને સૌથી ઓછા પારડી રોડ પર આવેલ પૂ. રણછોડદાસજી મહારાજ કોમ્યુનિટી હોલ, પાસેનાં સ્થળ માટે વર્ષનાં રૂ. ૬ર હજારનુ ભાડુ તંત્રને ચુકવવાની દરખાસ્ત છે.

(2:48 pm IST)