Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

અટિકા આહિર ચોકમાં જુના મનદુઃખમાં શૈલેષ, નિલેષ અને તેના પિતા પર હુમલો

અગાઉ ક્રિકેટ રમવા મામલે થયેલા મનદુઃખનો ખાર રાખી ધોકાવાળી

રાજકોટ તા. ૨૯: ઢેબર રોડ અટિકા પાસે નારાયણનગર-૧૦માં રહેતાં શૈલેષ ભીમાભાઇ સોલંકી (ઉ.૧૯) અને તેના ભાઇ નિલેષ ભીમાભાઇ સોલંકી (ઉ.૧૭) તથા પિતા ભીમાભાઇ બાબુભાઇ સોલંકી (ઉ.વ.૪૨) પર રાતે સાડા નવેક વાગ્યે અટિકા આહિર ચોક ચામુંડા હોટેલ પાસે અજાણ્યા શખ્સોએ હુમલો કરી ધોકા તલવારથી ઇજા કરતાં ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસમાં જાણ કરી હતી. ઘાયલોને હોસ્પિટલે લાવનારા રાજુભાઇએ કહ્યું હતું કે અગાઉ શૈલેષ અને નિલેષ ક્રિકેટ રમવા જતાં હોઇ ત્યાં કોઇ છોકરાઓ સાથે માથાકુટ થઇ હતી. તેનું મનદુઃખ ચાલતું હોઇ રાતે આ બંને ભાઇ ચોકમાં ચા પીવા ગયા ત્યારે હુમલો કરાયો હતો. તેના પિતા ભીમાભાઇને ફોન કરતાં તે સમજાવવા આવતાં તેના ઉપર પણ હુમલો થયો હતો. 

(1:09 pm IST)