Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

વોર્ડ નં. ૧૦ માં એ.જી. સોસાયટીમાં પેવર બ્લોક

 વિધાનસભા ૬૯ ના ધારાસભ્ય અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ગ્રાન્ટમાંથી વોર્ડ નં. ૧૦ માં કાલાવડ રોડ પરની એ.જી. સોસાયટીમાં પેવર બ્લોકનું  કામ શરૂ કરાતા શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી તથા મેયર બીનાબેન આચાર્યના હસ્તે ખાતુમુહુર્ત કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે કોર્પોરટરો અશ્વિનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, પ્રભારી માધવભાઇ દવે, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી પરેશભાઇ તન્ના, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, શહેર ઉપપ્રમુખ સંગીતાબેન છાયા, સ્થાનીક ભાજપ અગ્રણી બળવંતસિંહ રાઠોડ, મોહનસિંહ જાડેજા, ઘનશ્યામભાઇ ભટ્ટ, ધ્રાફાણીભાઇ, રત્નદીપસિંહ જાડેજા, ગીરીરાજસિંહ રાઠોડ, મયુરસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ખુશલાણી સંજય, ધર્મવીર સંઘરાજકા, જીતુભાઇ ચંદારાણા, બી. સી. જોશી, રંજનબેન પરમાર, એચ. કે. કારીયા, વિભાબેન પરમાર, બી. એમ. પાટડીયા, ઇન્દુબેન ત્રિવેદી, રમેશભાઇ વ્યાસ તેમજ લતાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:27 pm IST)