Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

વોકીંગમાં તથા બીનજરૂરી લટારમારતા અને દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનારા વેપારી સહિત ૬૯ દંડાયા

રાજકોટ, તા.ર૯ : કોરોના મહામારીના લીધે સંક્રમણના કારણે વધી રહેલા કેસોથી શહેરમાં ચિંતા વધી રહી છે તેમ છતાં હજુ પણ કેટલાક લોકો જાગૃત થવા તૈયાર નથી જેથી પોલીસ પણ રાત્રે કર્ફયુનો કડક અમલ કરાવી રહી છે જેમાં અલગ અલગ વિસ્તારમાં બીન જરૂરી લટાર મારવા નીકળેલા તથા રીક્ષામાં વધુ પેસેન્જર બેસાડી નીકળનારા સહિત ૬૯ લોકોને પકડી કાર્યવાહી કરવામાં આવી છે.

એ-ડીવીઝન પોલીસે ત્રિકોણબાગ પાસેથી માસ્ક પહેર્યા વગર નિકળેલા ચિરાગ વિનોદભાઇ ચંચલાણી, નિખિલ ચંદ્રેશભાઇ નારવાણી, કોઠારીયા નાકા ચોક ભુપત જેઠાભાઇ સરૈયા, અંકિત વિનોદભાઇ તન્ના, ગૌરવ અશ્વિનભાઇ મજેઠીયા, લોધાવાડ ચોક પાસેથી દિપક રતિભાઇ બુંદેલા તથા બી-ડીવીઝન પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી બાઇક પર ત્રિપલ સવારી નિકળેલા વિમલ દિનેશભાઇ પરમાર, મોરબી રોડ જકાતનાકા પાસેથી બાઇક પર ત્રિપલ સવારી નિકળેલા રફીક હસનભાઇ સુડીયા, ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી કિશન કાવાભાઇ બોળીયા, કેસરીપુલ પરથી હુશેની અબ્બાસભાઇ ભારમલ, પ્રકાશ જયંતિભાઇ વાઘેલા, આકાશ પ્રફુલભાઇ સોઢા તથા ચુનારાવાડ ચોકમાંથી રીક્ષામાં ચાર પેસેન્જર બેસાડીને નિકળેલા રાકેશ ગોવિંદભાઇ પટેલ, ભરત દેવજીભાઇ થારૂ, ભીખુ જીવરાજભાઇ પાટડીયા, ભાવનગર રોડ પરથી શાહનવાઝ સફીકશાહ શાહમદાર, રહીમ અલ્લારખાભાઇ લીંગડીયા, ભાવનગર રોડ ફાયર બ્રિગેડ સામે નંદગોપાલ પાનના ગલ્લા પાસે ગ્રાહકો એકઠા કરનાર જીલુ વાસુરભાઇ ડેર, ચુનારાવાડ ચોકમાંથી અજય વાલજીભાઇ પીપળીયા, મુકુંદસિંહ રાજકુમાર ઠાકુર, રમેશ શામજીભાઇ સીતાપરા, અલ્તાફ રજાકભાઇ સુમરા, ભીખન વજુભાઇ ડાંગર તથા ભકિતનગર પોલીસે કોઠારીયા રોડ પરથી રીક્ષામાં ત્રણ પેસેન્જર બેસાડી નીકળેલા ઇકબાલ અલીભાઇ ગોરી, બીપીન રણછોડભાઇ ભટ્ટ, કોઠારીયા મેઇન રોડ પરથી મોહન સેજાભાઇ ટારીયા, ગાયત્રીનગર મેઇન રોડ  જલારામ ચોક પાસેથી ગુલામ અહેમદખાન મહંમદ રહીશખાન પઠાણ, સમીર અબ્દુલભાઇ પતાણી, નીલકંઠ ટોકીઝ પાસેથી ચંદુ મોહનભાઇ મકવાણા, કેદારનાથ ગેઇટ પાસેથી ચિરાગ હસમુખભાઇ પરમાર, સંજય રાજેશભાઇ પાડલીયા, આનંદનગર મેઇન રોડ પરથી અંકીત વ્રજલાલભાઇ વાજાર, પ્રીતમ ખેડુભા ધાધલ, અશ્વિન રાજુભાઇ રાઠોડ, વિપુલ જેન્તીભાઇ મકવાણા, વિપુલ વિનોદ ચંદ્રભાઇ પાટડીયા, ભાવેશ ધર્મેશભાઇ કંડોલીયા, ગુંદાવાડીમાંથી જીતેન્દ્ર ગોવિંદભાઇ કાકડીયા, મેહુલ વિનોદરાય ગાંધી, તથા આજીડેમ પોલીસે આજીડેમ ચોકડી પાસેથી રીક્ષામાં પાંચ મુસાફરોને બેસાડીને નિકળેલા દિનેશ હરીભાઇ ડાભી, આજીડેમ પોલીસ સ્ટેશન સામેથી ભાવીન રાજેશભાઇ ચાવડા, મીતેષ રમેશભાઇ સરવૈયા, ગજેરા પાર્ક પાસેથી સાગર ગોરધનભાઇ ઠુમ્મર, ધવલ ગોરધનભાઇ ઠુમ્મર, સુજીત વિજયભાઇ સુરાણી, ભાવનગર હાઇવે રવિવારી ગ્રાઉન્ડની સામેથી નૈમીષ ચંદુભાઇ કાકડીયા, વિજય વિનુભાઇ વઘાસીયા તથા માલવીયાનગર પોલીસે કૃષ્ણનગર મેઇન રોડ પર ગુરૂપ્રસાદ ચોક પાસેથી રવિ યોગેશભાઇ વડનગરા, નાનામવા મેઇન રોડ પર પાનની દુકાન પાસે ગ્રાહકો એકઠા કરનાર સંજય બાબુભાઇ દુધાત્રા, મવડી રોડ આનંદ બંગલા ચોકમાંથી અર્જુન શૈલેષભાઇ ગોગીયા, કોટેચા ચોક પાસેથી સાહીલ કિશોરભાઇ દેવગાણીયા, ફેનીલ મુકેશભાઇ ત્રાડા, પુનીતનગર પાણીના ટાંકા પાસેથી વિવેક જમનાદાસભાઇ ગાધેર, ગુરૂપ્રસાદ ચોક પાસેથી યોગેશ શાંતિલાલભાઇ ગાધેર, તથા પ્ર.નગર પોલીસે ધરમસીનેમા પાસેથી પ્રકાશ રેવાચંદભાઇ રામચંદાણી, જંકશન પ્લોટ શેરી નં. પમાં બાલાજી પાન સેનેટાઇઝર અને દુકાન બહાર દોરી ન બાંધી સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ન કરનાર બલવંત નવલમલમ આસવાણી, જંકશન ચોકી પાસે જંકશન રેલ્વે સ્ટેશન રોડ પર રીક્ષામાં ત્રણ મુસાફરો બેસાડી નીકળેલા રાધાકૃષ્ણ રોડ પરથી નયન મનોજભાઇ મકવાણા, શારદાબાગ ચોકમાંથી આરીફ ઇબ્રાહીમભાઇ અજમેરી, રફીક અબુભાઇ ચૌહાણ, જંકશન મેઇન રોડ પરથી હિમાંશુ રાજુભાઇ ટેકવાણી, વિનોદ ચમનલાલ ખત્રી, તથા તાલુકા પોલીસે મવડી રોડ પરથી મોમાઇ ટી સ્ટોલ નામની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર થોભણ હરીભાઇ ટારીયા, મવડી ગામ સરદાર ચોકમાં ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર પાસે ગ્રાહકો એકઠા કરનાર સંજય પરસોત્તમભાઇ સોજીત્રા, વાવડી ચોકી પાસેથી હરીશ સવજીભાઇ વારા, કટારીયા ચોકડી પાસેથી બેના ધીરૂભાઇ મંદુરીયા, તથા યુનિવર્સિટી પોલીસે રૈયા રોડ પરથી શ્રીનાથજી સીઝન સ્ટોર્સ નામની દુકાન પાસે ગ્રાહકો એકઠા કરનાર વિશાલ રમેશભાઇ કોટક, દોઢસો ફૂટ રીંગ રોડ પર ગોલ્ડન પ્લાઝામાં નેત્રી પાણીપુરી નામની દુકાન બહાર સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર દલસુખ રવજીભાઇ વેકરીયા, ચિત્રકુટધામ સોસાયટી પાસે શ્યામ પાર્કમાં બાલાજી કોમ્પ્લેકસમાં શ્યામ ડીલકસ પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાન ખુલ્લી રાખનાર ગોપાલ દેવશીભાઇ, તથા રૈયાધાર પાણીના ટાંકી પાસેથી તોફીક બશીરભાઇ ખાંડુને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:54 pm IST)