Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

રાજકોટની સેશન્સ કોર્ટમાં જામીન અરજી સાથે રજુ થયેલ સોગંદનામાની વિગતો ખળભળાટ મચાવે છે

મગનલાલ આઇસ્ક્રીમ પરિવારના સદસ્યોનું ચોંકાવનારૂ સોગંદનામુઃ પીપળીયા નિર્દોષ છે : મૃતક પંકજ કારીયાના સગા બહેન-બનેવી, માતા-ભાઇએ સોગંદનામામાં કહ્યું કે મરનારના તમામ આક્ષેપો બે બુનિયાદ

રાજકોટઃ તા.૨૮, તાજેતરમાં પંકજભાઇ કારીયાએ ઝેરી દવા પી ને આપઘાત કરી લેવાની ઘટનામાં તેમના પૂર્વપત્નિ અવનીબહેન રાજા દ્વારા સામાજીક અને સહકારી ક્ષેત્રે બહોળું નામ ધરાવતા અનેક પરિવારોના સામાજીક મામલાઓમાં સુઃખદ નિવેડો લાવી કેટલાય પરિવારોને બરબાદ થતા બચાવનાર ધી રાજકોટ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લી. ના સી.ઇ.ઓ. અને જનરલ મેનેજર ડો.પુરૂષોત્ત્।મ પીપરીયા સામે આક્ષેપો કરી એ-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા કારીયા પરિવાર અને તેમના વેવાઇ એવા નથવાણી પરિવારમાં ભારે દુઃખની લાગણી જન્મી છે. નિઃસ્વાર્થ રીતે બંને પરિવારોના કહેવાથી અને બંને પરિવાર સાથે વર્ષોથી પારિવારીક નાતો ધરાવતા હોવાથી મદદ કરવાના શુભ હેતુથી કાર્ય કરનાર ડો.પુરૂષોત્ત્।મ પીપરીયા સામે સ્વ.પંકજભાઈના પૂર્વ પત્નિ અવનીબેન રાજા દ્વારા થયેલા તમામ આક્ષેપોને આ બંનેે પરિવારોએ બે બુનીયાદ ગણાવ્યા હતા.

 આ મામલે ડો.પુરૂષોત્ત્।મ પીપરીયા જેવા નિઃસ્વાર્થ સેવાભાવીની સેવાની કદર કરી સત્ય હકિકત રજુ કરી સ્વ.પંકજભાઈ ના પરિવાર અર્થાત ખુદ સ્વ. પંકજભાઈ ના માતુશ્રી અનસુયાબહેન મહેન્દ્રભાઈ કારીયા, સ્વ. પંકજભાઈના સગાભાઈ શ્રી જયદિપભાઈ મહેન્દ્રભાઈ કારીયા તથા બહેન નિકીતાબેન નરેન્દ્રભાઇ નથવાણી અને સ્વ. પંકજભાઇના બનેવી અને જાણીતા ઉદ્યોગપતિ તથા સામાજીક ક્ષેત્રે મોટુ નામ ધરાવતા નરેન્દ્રભાઇ ભગવાનજીભાઈ નથવાણી કોર્ટ સમક્ષ સોગંદનામું કરી ચર્ચાતી અને કહેવાતી વાતો અંગે નું સત્ય ઉજાગર કરતું સોગંદનામું કોર્ટ સમક્ષ રજુ કરેલ છે.

કોર્ટ સમક્ષ કારીયા પરિવાર તથા નથવાણી પરિવારના સભ્યો દ્વારા થયેલા સોગંદનામામા બહુ સ્પષ્ટરીતે જણાવેલ છે કે ડો.પુરૂષોત્ત્।મ પીપરીયા દ્વારા પારિવારીક અણબનાવ તથા દ્યરેલુ સંબંધમાં પડતી તીરાડો અટકાવવા માટે આજ સુધી અનેક સફળ કાર્યો ધ્યાને લઇ, અમારા પરિવારમાં સર્જાયેલ મતભેદ સંદર્ભે અમારા બન્ને પરિવાર દ્વારા અમારા પરિવારો સાથે વર્ષોના સંબંધોના દાવે મઘ્યસ્થી થવા વિનંતી કરી હતી. અમારી વિનંતી ઘ્યાને લઇ તથા અમારા પરિવારના વડીલો સાથેના વરસોના સંબંધો ધ્યાને લઇ તેઓ સલાહ સુચન માટે મધ્યસ્થી બન્યા હતા.

 ઉપરોકત વિગતે કારીયા પરિવારમાં ડો.પુરૂષોત્ત્।મ પીપરીયા નજીકના અને કૌટુંબિક સંબંધ ધરાવતા હોય જેથી તેઓએ મધ્યસ્થી તરીકે રહી જે મિલ્કતના વિવાદીત કાર્યો હતા તે પૂર્ણ કરી આપેલ અને સદરહું કાર્ય પૂર્ણ થતા ડો.પીપરીયા મધ્યસ્થીમાંથી બહાર રહેલ અને ત્યારબાદ પણ સ્વ.પંકજભાઇ પોતાનો અંગત સ્વાર્થ સાધવા ડો.પીપરીયાને લાગણીવશ બ્લેક મેઇલ કરી અને ફરજીયાત પણે રોકડ રકમની માંગણી અર્થે ફરીથી કૌટુંબીક વિવાદમાં સામેલ કરવા માટે દબાણ કરતા અને એ રીતે જેમ પ્રથમ મધ્યસ્થી રહી મિલ્કતનો વિવાદ પૂર્ણ કરેલ તેજ રીતે વધારાની અઘટીત રોકડની માંગણી પણ પોતાના કૌટુંબીક સભ્યો પાસે દબાણ લાવી પૂર્ણ કરાવે તેવું અસહય દબાણ ગુજરનાર લાવતા હતા. પરંતુ ડો.પીપરીયાએ પોતાની કાર્યવાહી મધ્યસ્થી તરીકેની પૂર્ણ કરી કૌટુંબીક વિવાદ પૂર્ણ કરેલ હોય જેથી ફરીથી તેઓએ સદરહું બાબત માટે ગુજરનાર તથા તેના પત્નિને રૂબરૂ બોલાવી સ્પષ્ટપણે સદરહું વિવાદમાં સામેલ થવાનીના પાડી પોતાની રીતે આગળની કાર્યવાહી કરવાનું જણાવી દીધેલ. આમ ગુજરનાર તથા તેની પત્નિ દ્વારા જે બ્લેક મેઇલીંગ અને દબાણની નિતી કે જે પોતાનો તમામ ભાગ મળી ગયેલ બાદ પણ રોકડ રકમની અદ્યટીત માંગણી સંતોષવામાં સાથસહકાર ન આપતા ખોટી રીતે ડો.પીપરીયાને બદનામ કરવાના અને ખોટી રીતે આ તમામમાં સામેલ કરવાના કરવાના પ્રયાસો કરેલ હોવાનું અમારુ માનવું છે તેમ આ પરિવારોએ સોગંદનામામાં જણાવ્યું છે.

ટુંકમાં આ સોગંદનામાંથી સ્પષ્ટ થાય છે કે સ્વ.પંકજભાઈ કારીયાના માતુશ્રી તથા તેમના ભાઈ અને તેમના બહેન- બનેવી (નથવાણી પરિવાર) દ્વારા સ્વ.પંકજભાઈ દ્વારા થયેલા બેબુનીયાદ આક્ષેપોને સદંતર નકારી કાઢવા સાથે ડો.પુરૂષોત્તમ પીપરીયાના સમર્થનમાં કોર્ટમાં સોગંદનામું રજુ કરેલ છે. આ સોગંદનામા બાદ તમામ આક્ષેપોનો છેદ ઉડી જાય છે અને ડો.પુરૂષોત્તમ પીપરીયાની સ્વ.પંકજભાઈ કારીયાની આત્મહત્યાની ઘટના સાથે કાંઈ લેવા દેવા ન હોવાનું સ્પષ્ટ થઈ જાય છે.

(11:38 am IST)