Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

કરણસિંહજી રોડ પર કોમ્‍પલેક્ષના પાર્કિંગમાંથી અર્જુન લુહારના બે મોબાઇલ ફોનની ચોરી

રાજકોટ,તા. ૨૯ : કરણસિંહજી મેઇન રોડ પર આવેલા ચેમ્‍બર ઓફ કોમર્સ બીલ્‍ડીંગના પાર્કિંગમાં નેપાળી યુવાનને ઉંધતો રાખી તસ્‍કર બે મોબાઇલ ફોન ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કરણસિંહજી મેઇન રોડ પર આવેલ ચેમ્‍બર ઓફ કોમર્સ બીલ્‍ડીંગના પાર્કિંગમાં રહેતો અર્જુન પદ્મસિંહ લુહાર (ઉવ.૨૧) (નેપાળી) એ એ  ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યુ છે કે પોતે સ્‍વીગીમાં ડીલીવરીમેન તરીકે નોકરી કરે છે. પરમ દિવસે રાત્રે પોતે બીલ્‍ડીંગના પાર્કિંગમાં સૂતો હતો. ત્‍યારે પોતાના બે મોબાઇલ ફોન એક ૭ હજાર અને બીજો ૪ હજારનો આ બંને મોબાઇલ ફોન ઓશીકા પાસે રાખી સુઇ ગયો હતો. ગઇ કાલે સવારે જાગીને જોયુ તો પોતાના બંને મોબાઇલ ફોન જોવામાં આવેલ નહી અને કોમ્‍પ્‍લેક્ષનો ગેઇટ ખુલ્લો હતો. આથી કોઇ અજાણ્‍યો ચોરી કરી ગયો હોવાની ખબર પડતા પોલીસને જાણ કરી હતી. આ અંગે હેડ કોન્‍સ. એમ.પી. ચરમટાએ અર્જુન લુહારની ફરિયાદ દાખલ કરી એ.એસ.આઇ. આર.આર. સોલંકીએ તપાસ હાથ ધરી છે.

(4:48 pm IST)