Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ડોકટર... યુ આર અવર ટ્રુ ફ્રન્‍ટ લાઈન હિરો

૧ જુલાઈએ ડોકટર્સ-ડે.... તબીબોને ઋણ ચુકવવાનો અનેરો દિવસઃ કીચેઈન, મગ, ફ્રેમ, ડાયરી, સ્‍પે.લોગોવાળી પેન, ચોકલેટ બુકે, પર્સનલાઈઝ ગીફટ, કાર્ડઝ સહિતની આઈટમો જોહર કાર્ડઝ- ગેલેરીમાં

રાજકોટઃ દુનિયાભરમાં તા.૧ જુલાઈ શુક્રવારે ડોકટર્સ-ડેની ઉજવણી થશે કહેવાય છે કે ભગવાનું બીજું સ્‍વરૂપ ડોકટર હોય છે. દરેક પરિવાર પોતાના તંદુરસ્‍તી માટે સામાન્‍ય કે ભયંકર બીમારીમાં ડોકટરની સલાહ સૂચન લેતા હોય છે. તબીબોને બનતી તમામ કોશીસ કરીને સાજા કરી આપે છે. ડોકટર્સ પણ દર્દીઓ સાથે પોતાના પરિવારના સભ્‍ય હોય તેવુ વર્તન- લાગતી કેળવી તેમની સ્‍વસ્‍થય અંગેની સારવાર કરી આપતા હોય છે.૧લી જુલાઈ શુક્રવારેના રોજ તમારા ફેમીલી ડોકટર્સ અથવા મિત્ર ડોકટરને શુભેચ્‍છા આપવા માટે અહીં ડો.યાજ્ઞીક રોડ ઉપર આવેલ જોહર કાર્ડસવાળા યુસુફઅલીભાઈ હસનેનભાઈ તથા કાલાવડ રોડ પ્રેમમંદીરના લાઈનમા, ગાર્ડન સામે આવેલ જોહર ગેલેરીવાળા જોહરભાઈએ જણાવ્‍યું કે આ વર્ષે ડોકટરને આપવા માટે ગીફટ  તથા કાર્ડસમાં ભવ્‍ય વેરાયટીઓ આવેલ છે. જેમ કે ડોકટર્સના લોગોવાળા કીચેઈન, વોલેટ, ઘડીયાળવાળા વુડનના, પેન સ્‍ટેન્‍ડ, ડોકટરના કોટેશનવાળા મગ, ફ્રેમ, સર્ટીફીકેટ, ડાયરી, ત્રાઈગલ બોકસ, ટેબલ કલોક, વોલેટ, રીસ્‍ટવોચ, બામ્‍બુ પ્‍લાન્‍ટ, ડોકટર્સની સ્‍પે.લોગોવાળી પેન તથા ફલેગ, દુબઈના પર્ફયુમ આવેલ છે.

આ ઉપરાંત ડોકટર્સ માટે સ્‍પે.સેસ જેમાં માય ફેમીલી ડોકટર તેમજ યુનીક ડોકટર લખેલ આવેલ છે. ચોકલેટ બુકે, ડોકટર ગ્રેટસટ ટ્રોફી, ટેબલ શોપીસ, મેજીક ફોટો ફ્રેમ, ફાઉન્‍ટન પેન સેટ, ટેબલ લાઈટ, ડોકટરને તેમના નામવાળા પ્રર્સનલાઈઝ ગીફટ પણ તૈયાર કરી આપવામાં આવે છે. પેન- કીચેઈનના કોમ્‍બો ગીફટ સેટ ઉપરાંત કાર્ડસમાં ડોકટર યુ આર એ લાઈફસેવર, યુઆર અવર ટ્રુ ફ્રન્‍ટ લાઈન હીરોએ સ્‍પેશીયલી ફોર યુ ડીયર ડોકટર, ટુએ ગીફટેડ ડોકટર વીથ મચ વિગેરે હેડીંગવાળા કાર્ડસ આવેલ હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(4:09 pm IST)