Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

શુક્રવારે પૂ.દાસારામ બાપાનો પૂણ્‍યતીથી મહોત્‍સવ

સગર સમાજ દ્વારા તડામાર તૈયારી : ‘દાસેવ ધામ'માં પૂજન અર્ચન, વિદ્યાર્થી સન્‍માન-પ્રસાદ વિતરણ સહીતના કાર્યક્રમો

રાજકોટ તા. ૨૯ : સગર સમાજમાં થઇ ગયેલ સંતશ્રી દાસારામ બાપાની ૨૭૩ મી પૂણ્‍યતીથી નિમિતે શ્રી દાસારામ સગર સેવા સમાજ ટ્રસ્‍ટ રાજકોટ દ્વારા ધર્મોત્‍સવનું આયોજન કરાયુ છે.

તા.૧ ના શુક્રવારે સગર જ્ઞાતિની વાડી, ‘શ્રી દાસેવ ધામ' ખાતે દર્શન, પૂજન, અર્ચન અને વિદ્યાર્થી સન્‍માન તથા પ્રસાદ વિતરણ સહીતના કાર્યક્રમો આયોજીત કરાયા છે. સવારથી કાર્યક્રમો ચાલુ થઇ જશે. આ માટે સગર સમાજના સેવાભાવીઓ અને સંસ્‍થાના સેવકો તડામાર તૈયારી કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે પૂ. દાસારામ બાપાનો જન્‍મ ૧૬૯૬ માં મહાસુદ બીજના  જુનાગઢ જિલ્લાના કેશોદ તાલકુાના બાલાગામે થયો હતો. જીવનભર સેવા કાર્યો હાથ ધર્યા હતા. સગર સમાજ ઉપરાંત પટેલ, ક્ષત્રિય, મુસ્‍લિમ વગેરે સમાજો પણ તેમના કાર્યોથી પ્રેરાઇને પૂજે છે. ભાણવડ તાલુકાના ઝાઝેરા ગામે તેમનું ભવ્‍ય મંદિર દોઢ કરોડના ખર્ચે નિર્માણ કરાયુ છે.

સેવા ધર્મની જયોત જલાવનાર પૂ.શ્રી દાસારામ બાપાએ બાલાગામે જળસમાધી લીધી હતી. ત્‍યારે આગામી તા. ૧ ના અષાઢી બીજે તેમની ૨૭૩ મી પૂણ્‍યતીથીનો ઉત્‍સવ ઉજવાશે.

સગર સમાજ તેમજ ધર્મપ્રેમીજનોએ પધારવા દાસારામ સગર સમાજ ટ્રસ્‍ટ રાજકોટના પ્રમુખ આણંદભાઇ કરથીયા (મો.૯૪૨૬૨ ૧૯૯૦૫) ની યાદીમાં જણાવાયુ છે.

(4:08 pm IST)