Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

આનંદનગરના પ્રદિપભાઇ ચોટલીયાને બંગડી બજારમાં ઢીકાપાટુનો માર પડયો

ભાડાની જગ્‍યાના પ્રિન્‍ટીંગ પ્રેસ પર જતાં મકાન માલિકના પોૈત્રોએ ડખ્‍ખો કરી હુમલો કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૯: નિલકંઠ સિનેમા સામે આનંદનગર કોલોનીમાં રહેતાં અને પ્રિન્‍ટીંગનું કામ કરતાં પ્રદિપભાઇ હીરાભાઇ ચોટલીયા (કડીયા) (ઉ.૫૯) સાંજે બંગડી બજારમાં આવેલા પોતાના ઓનેસ્‍ટ પ્રિન્‍ટીંગ પ્રેસ નામના પ્રેસ ખાતે જતાં આ જગ્‍યાના માલિક ઇન્‍દ્રવદનભાઇ કંસારાના પોૈત્રો શ્રેયશ કંસારા અને દિપ કંસારાએ આવી ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં એ-ડિવીઝનમાં જાણ કરાઇ હતી.

પ્રદિપભાઇએ જણાવ્‍યું હતું કે બંગડી બજારમાં જે જગ્‍યાએ મારું પ્રેસ છે એ જગ્‍યાનો હું સાંઇઠ વર્ષ જુનો ભાડુઆત છું. આ જગ્‍યાના મુળ માલિક ઇન્‍દ્રવદન કંસારા છે. હાલમાં હું આ પ્રેસ પર જાઉ છુ ત્‍યારે મને પ્રેસ ખોલવાની ના પાડી માથાકુટ કરવામાં આવે છે. ગત સાંજે પણ હુમલો થયો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(4:05 pm IST)