Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટના મેહુલભાઈ રવાણી દ્વારા વ્‍યવહાર થકી વળતર અંગેનો સેમિનાર સંપન્ન

આદિત્‍ય બિરલાના ઈન્‍વેસ્‍ટર એજ્‍યૂકેશન અને ડિસ્‍ટ્રીબ્‍યુટર ડેવલપમેન્‍ટના ઝોનલ મેનેજર શૈલેન્‍દ્રભાઈ દીક્ષિતે માર્ગદર્શન આપ્‍યું : પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના ૧૦૦થી વધુ શિક્ષકોએ લાભ લીધો

રાજકોટ, તા.૨૯: અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટના મેહુલભાઈ રવાણી (મો.૯૮૨૫૮ ૮૨૫૭૯)  દ્વારા વ્‍યવહાર થકી વળતર અંગેનો સેમિનાર અને પરિસંવાદ યોજાયો હતો.જેમાં શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ આવતી તમામ પ્રાથમિક શાળાના ૧૦૦થી વધુ શિક્ષકો માટે સ્‍પેશિયલ સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સાથે અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટના ૫૦થી વધુ રોકણકારો પણ જોડાયા હતા.જ્‍યાં તેમણે મ્‍યુચ્‍યુઅલ ફંડના પ્રત્‍યેક માળખાની સુયોગ્‍ય સમજ મેળવી હતી.

કાર્યક્રમના પ્રારંભે અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટના મેહુલ મહેન્‍દ્રભાઈ રવાણીએ સંપત્તિની ફાળવણીનું મહત્ત્વ આ વિષયની વિગતે છણાવટ કરી હતી. અને મ્‍યુચ્‍યુઅલ ફંડમાં રોકાણ કરવા ઇચ્‍છુક રોકાણકારોને સમળધ્‍ધ બનાવવા માટેની માહિતી આપી હતી.

આ સેમિનારમાં પુણેથી આવેલા આદિત્‍ય બિરલા સન લાઈફ એએમસી લિ.ના ઈન્‍વેસ્‍ટર એજ્‍યૂકેશન અને ડિસ્‍ટ્રીબ્‍યુટર ડેવલપમેન્‍ટ વિભાગના ઝોનલ મેનેજર શૈલેન્‍દ્રભાઈ  દીક્ષિત દ્વારા પોતાના વક્‍તવ્‍યમાં વ્‍યવહાર થકી વળતર વિષયક મહત્‍વની માહિતી આપવામાં આવી હતી. આ સાથે તેમણે  વૈશ્વિક અસ્‍થિરતા વચ્‍ચે મૂડીરોકાણ કેવી રીતે કરશો?', ‘અસ્‍થિર પરિસ્‍થિતિને કેવી રીતે સંભાળશો?' વગેરે જેવા મુદ્દાઓ પર જ્ઞાનવર્ધક અને માહિતીપ્રદ ચર્ચા કરી હતી તથા શિક્ષકોને માર્ગદર્શન આપ્‍યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ પરિસંવાદમાં ૧૨ જેટલા શિક્ષકો અને રોકાણકારોને વિવિધ ઇનામોથી નવાજવામાં આવ્‍યા હતા. નોંધનીય છે કે અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટ છેલ્લા ૨૨ વર્ષથી રોકાણકારોની સેવામાં કાર્યરત છે.

(3:52 pm IST)