Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

વાલ્‍મિકી સમાજનાં આગેવાનો પૂ.લાલબાપુના દર્શને

ઉપલેટાના તાલુકા શાળાના મેદાન ખાતે વાલ્‍મિકી સમાજ દ્વારા એક સવરા મંડપનું આયોજન કરવામાં આવ્‍યું હતું ત્‍યારે ઉપલેટામાં યોજાયેલ આ સફળ કાર્યક્રમ બાદ વાલ્‍મિકી સમાજ દ્વારા વેણુ-૨ ડેમ પાસે આવેલ ગાયત્રી આશ્રમ ગધેથડ ખાતે સંત લાલબાપુનું તેમજ રાજુ ભગત અને દોલુ ભગતનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ સાથે સવરા મંડપ માટેના ભોજન પ્રસાદમાં તેમજ રામદેવપીરના મંદિરમાં સાથ અને આર્થિક રીતે સહકાર આપનાર જાડેજા પરિવારના રણુભા જાડેજાને વાલ્‍મિકી સમાજ દ્વારા પરંપરાગત રાજપૂત સમાજની પાઘડી પહેરાવી અને વિશેષ સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. ઉપલેટાના ગાયત્રી આશ્રમ ગધેથડ ખાતે આશીર્વચનમાં અને ભોજન પ્રસાદ સાથે યોજાયેલા સન્‍માન કાર્યક્રમની અંદર ઉપલેટા નગરપાલિકાના વરિષ્ઠ નગરસેવક એવા રણુભા જાડેજા, ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા તેમજ ઉપલેટા રાજપૂત સમાજના પ્રમુખ અને દરેક નાના-મોટા સૌ કોઈ માણસ માટે હંમેશા અડીખમ રીતે મદદ કરવા અને સહકાર આપવા માટે તૈયાર રહેતા એવા હરપાલસિંહ જાડેજાનું પણ વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ઉપલેટાના ગાયત્રી આશ્રમ ગધેથળ ખાતે સંત લાલબાપુએ વાલ્‍મિકી સમાજની અને ઉપલેટામાં યોજાયેલ સવરા મંડપની વાતો કરી અને વાલ્‍મિકી સમાજને આશિર્વચન પાઠવ્‍યા હતા. વાલ્‍મિકી સમાજને સંત લાલબાપુ દ્વારા આવકાર્યા હતા અને માન સન્‍માન આપતા વાલ્‍મિકી સમાજના લોકોમાં ખુબ રાજીપો અને હર્ષની લાગણી જોવા મળી હતી ત્‍યારે આ સાથે જ ઉપલેટા વાલ્‍મિકી સમાજના દીકરી અને હાલના જુનાગઢ મહાનગરપાલિકાના વર્તમાન સમયના મેયર એવા ગીતાબેન મોહનભાઈ પરમારનું પણ આ તકે વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ઉપલેટામાં યોજાયેલ સવરા મંડપના મુખ્‍ય દાતા અને વધુ સહકાર આપનાર જાડેજા પરિવારનું પણ ઉપલેટાના ગાયત્રી આશ્રમ ગધેથળ ખાતે સન્‍માન કરવામાં આવ્‍યું હતું ત્‍યારે આ તકે વાલ્‍મિકી સમાજના આગેવાનોએ જણાવ્‍યું હતું ક ઉપલેટામાં યોજાયેલા સવરા મંડપ અને રામદેવપીરના મંદિરમાં જાડેજા પરિવારે તન-મન અને ધનથી ખૂબ સારો સાથ સહકાર અને સહયોગ આપ્‍યો હતો આ સાથે ઉપલેટા યોજાયેલ સવરા મંડપમાં પણ લાલબાપુએ પોતાનો સંદેશો પાઠવ્‍યો હતો ત્‍યારે ગાયત્રી આશ્રમ ગધેથળ ખાતે અંદાજિત ૫૦૦ જેટલા વાલ્‍મિકી સમાજના લોકો આગેવાનો પરમ પૂજ્‍ય સંત શ્રી લાલબાપુ અને મા ગાયત્રીના આશીર્વાદ અને ભોજન પ્રસાદ લેવા માટે આવી પહોંચ્‍યા હતા અને સંતશ્રીના આશીર્વચનથી અને માતાજીના દર્શનથી ધન્‍યની લાગણી અનુભવી હતી આતકે વાલ્‍મીકિ સમાજ ના પ્રમુખ અરવિંદભાઈ રાઠોડ, ઉપપ્રમુખ ફકીરભાઈ વાઘેલા મંત્રી મનોજભાઈ ગોહિલ પ્રેમજીભાઈ પરમાર જેન્‍તીભાઈ રાઠોડ સહિત વાલ્‍મીકિ સમાજ ના ૫૦૦ લોકો જોડાયા હતા.

(3:39 pm IST)