Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

પક્ષકારની કબૂલાત માટે જ હવે દસ્‍તાવેજ પેન્‍ડીંગ રાખી શકાશે

એ સિવાયના કોઇપણ કારણસર અસલ દસ્‍તાવેજ પેન્‍ડીંગ નહી રાખવા તાકિદના પરિપત્રથી IAS જેનુ દેવનના તમામને આદેશો : પરિપત્રની અમલવારી ૧ લી જૂલાઇથી કરવા સૂચનાઃ પક્ષકારો હેરાન થાય તો જવાબદાર સબ રજીસ્‍ટ્રાર વિરૂધ્‍ધ શિક્ષાત્‍મક કાર્યવાહીની ચેતવણી : રાજકોટના ૮ સબ રજીસ્‍ટ્રાર સહિત રાજયભરમાં જાણ કરાઇઃ રાજકોટ કલેકટર-ડે. કલેકટર સ્‍ટેમ્‍પ ડયુટીને પણ પરિપત્રની જાણ કરી દેવાઇ

રાજકોટ,તા. ૨૯ : રાજયની સબ રજીસ્‍ટ્રાર કચેરીઓમાં દસ્‍તાવેજ નોંધણી અર્થે રજુ થાય ત્‍યારે સબ રજીસ્‍ટ્રાર દ્વારા નોંધણી અધિનિયમ-૧૯૦૮, નોંધણી નિયમો -૧૯૭૦, સ્‍ટેમ્‍પ એકટ-૧૯૫૮, બજારકિંમત નક્કી કરવાના નિયમો-૧૯૮૪, પરિપત્રો તથા સ્‍થાયી સુચનાઓની જોગવાઇઓ મુજબ કાર્યવાહી કરવાની હોય છે. અત્રેની કચેરીને સબ રજીસ્‍ટ્રાર વિરૂદ્ધ દસ્‍તાવેજ મુલત્‍વી રાખવા બાબતે અરજદારો દ્વારા વિવિધ પ્રકારની ફરિયાદો/રજુઆતો કરવામાં આવે છે. પરિણામે નોંધણી નિરીક્ષક આઇએએસ શ્રી જેનુ દેવને રાજકોટના તમમ સબ રજીસ્‍ટ્રાર સહિત રાજયભરના તમામ અધીકારીઓને તાકિદનો પરિપત્ર પાઠવી તા.૧/૭/ર૦રર થી અમલવારી કરવા અને કડક પગલા આવી શકે છ.ે તેવી ચેતવણી પણ આપી છે.
દસ્‍તાવેજના એન્‍ડોર્સમેન્‍ટ પેજ તેમજ મુલત્‍વી રજીસ્‍ટરમાં મુલત્‍વી બાબતે જરૂરી નોંધ કરવામાં આવતી નથી, દસ્‍તાવેજ મુલત્‍વી હોવા બાબતે અરજદારને પૂર્તતા કરવા માટે નિયત સમય મર્યાદામાં નોટીસ પાઠવવામાં આવતી નથી કે જાણ કરવામાં આવતી નથી.
સબ રજીસ્‍ટ્રાર કચેરી ખાતે નોંઘણી અર્થે રજુ થયેલ દસ્‍તાવેજ મિલ્‍કતની બજારકિંમત નક્કી કરવા તથા ખુટતી સ્‍ટેમ્‍પ ડ્‍યુટી વસુલ કરવા નાયબ કલેકટર સ્‍ટેમ્‍પ ડ્‍યુટી મુલ્‍યાંકન તંત્રને અસલ દસ્‍તાવેજો મોકલી આપેલ હોય, પરંતુ સદરહુ અસલ દસ્‍તાવેજો નાયબ કલેકટર સ્‍ટેમ્‍પ ડ્‍યુટી મૂલ્‍યાંકન તંત્ર ખાતે મળતા ન હોવાથી દસ્‍તાવેજની બીજી નકલ ( બોન્‍ડ કોપી ) આધારે કાર્યવાહી કરવામાં આવેલ હોવાનો કિસ્‍સો બનેલ છે.
સબ રજીસ્‍ટ્રાર કચેરી ખાતે એક જ પ્રકારની મિલ્‍કતના દસ્‍તાવેજ કોઇ યોગ્‍ય કારણ સિવાય મુલત્‍વી રાખેલ હોય છે તથા તે જ મિલકતનો બીજો દસ્‍તાવેજ નોંધણી કરી પક્ષકારને પરત કરવામાં આવેલ.
ઉપરોકત બાબતો અંગે કચેરીમાં બિનજરૂરી પ્રશ્નો ઉપસ્‍થિત થાય છે તથા અરજદારોને ઘણી હાડમારીઓ ભોગવવી પડે છે. દસ્‍તાવેજ નોંધણીનો મુખ્‍ય હેતુ જે સ્‍થાવર મિલ્‍કત સંબંધે દસ્‍તાવેજની નોંધણી થયેલ છે. તેની જાહેરાત કરવાનો છે, જયારે દસ્‍તાવેજની નોંધણીની કાર્યવાહી પૂર્ણ થાય છે, ત્‍યારે જ મિલકત તબદીલી અધિનિયમ-૧૮૮૨ ની કલમ-૩ ની હકીકતની તે વ્‍યકિતને જાણ છે તેમ કહેવાય છે.
ઉપર્યુંકત બાબતો ધ્‍યાને લેતા જયારે કોઇ દસ્‍તાવેજ નોંધણી અર્થે રજુ થાય ત્‍યારે તે તમામ જરૂરીયાતો પૂર્ણ કરે છે તથા ન્‌ની આખરી નોંધણી કરવામાં કોઇ વાંધો જણાતો ન હોય તેવા જ દસ્‍તાવેજની જ નોંધણીની કાર્યવાહી હાથ ધરવાથી લોકોની હાડમારી દુર કરી શકાશે તથા સ્‍થાવર મિલકતના વ્‍યવહારો અંગેની સમયમર્યાદામાં પ્રાપ્ત થશે. જેનાથી લોકો સાથે છેતરપીંડીના બનાવો પણ અટકશે.
આથી તમામ પેટા નોંઘણી અધિકારીઓને (સબ રજીસ્‍ટ્રારશ્રી) દસ્‍તાવેજ મુલત્‍વી રાખવા બાબતે નીચે મુજબની સુચનાઓ આપવામાં આવે છે.
(૧) જયારે દસ્‍તાવેજ નોંધણી અર્થે રજુ કરવામાં આવે ત્‍યારે પ્રથમ તેની નોંધણી અધિનિયમ-૧૯૦૮, નોંધણી નિયમો -૧૯૭૦, સ્‍ટેમ્‍પ એકટ-૧૯૫૮, બજારકિમત નક્કી કરવાના નિયમો-૧૯૮૪, પરિપત્રો તથા સ્‍થાયી સુચનાઓ મુજબ ચકાસણી કરવાની રહેશે. જો સદર તમામ જોગવાઇઓ પરિપૂર્ણ કરેલ છે તથા તેની આખરી નોંધણી સામે કોઇ વાંધો જણાતો નથી તેવા જ દસ્‍તાવેજની નોંધણીની કાર્યવાહી હાથ ધરવાની રહેશે (દસ્‍તાવેજની ચકાસણી કર્યા બાદ જ યોગ્‍ય જણાયે રીસીપ્‍ટ/ દસ્‍તાવેજ નંબર જનરેટ કરવાની રહેશે),
અને જો દસ્‍તાવેજ તમામ જોગવાઇ પરિપૂર્ણ કરતો ન હોય અથવા દસ્‍તાવેજ નોંધણી કરવા સામે કોઇ વાંધો હોય તો, તે દસ્‍તાવેજ ની નોંધણીની કાર્યવાહી હાથ ધરવાની રહેશે નહી. અને આ સ્‍થિતિ/સંજોગોમાં રજુ કરનાર પક્ષકારને લેખિતમાં જાણ કરવાની રહેશે તથા કચેરીની નકલ (o/c) માં રજુ કરનારને લેખિત જાણ કર્યા અંગેની સહી મેળવવાની રહેશે. અને જો રજુ કરનાર સહી કરવાની ના પાડે તો નોંધ લખી સબ રજીસ્‍ટ્રારશ્રીએ શેરો કરવાનો રહેશે.
(૨) નોંધણી અર્થે રજુ થતા દસ્‍તાવેજમાં યોગ્‍ય સ્‍ટેમ્‍પ ડ્‍યુટી ભરપાઇ કરેલ ન હોય તો સબ રજીસ્‍ટ્રારશ્રી દ્વારા ગણતરી કરીખુટતી સ્‍ટેમ્‍પ ડ્‍યુટીની ભરપાઇ કરવા માટે પક્ષકારને જાણ કરવાની રહેશે તથા જે દસ્‍તાવેજો પરત્‍વે તેનો પ્રકાર નક્કી કરવામાં કે સ્‍ટેમ્‍પ ડ્‍યુટીની ગણતરી કરી શકાય તેમ ન હોય અથવા સદર લેખને અનુવર્તી દસ્‍તાવેજમાં (અગાઉનો દસ્‍તાવેજ) સ્‍ટેમ્‍પ ડ્‍યુટી ખુટતી હોય તો, ગુજરાત સ્‍ટેમ્‍પ એકટ- ૧૯૫૮ મુજબ ભરવાપાત્ર થતી યોગ્‍ય સ્‍ટેમ્‍પ ડ્‍યુટી માટે નાયબ કલેકટર સમક્ષ રજુ કરવા પક્ષકારને જણાવવાનું રહેશે.
(૩) પક્ષકારની કબુલાત માટે જ દસ્‍તાવેજ પેન્‍ડીંગ રાખી શકાશે, એ સિવાયના કોઇપણ કારણસર અસલ દસ્‍તાવેજ પેન્‍ડીંગ રાખવાનો રહેશે નહી.
(૪) દસ્‍તાવેજ રજુ થાય ત્‍યારે એક સાથે (એક જ લેખિત પ્રત્‍યુતરમાં) તમામ પૂર્તતા/વાંધા અંગે પક્ષકારને જણાવવાનું રહેશે. એક જ દસ્‍તાવેજ માટે વારંવાર (એકથી વધુ વાર) પક્ષકારને લેખિતમાં જાણ કરવાની કાર્યપદ્ધતિ રાખવાની રહેશે નહી.
(૫) જયારે કોઇ દસ્‍તાવેજ નોંધણી અર્થે રજુ થાય ત્‍યારે તે તમામ જરૂરીયાતો પૂર્ણ કરે છે તથા તેની આખરી નોંધણી કરવામાં કોઇ વાંધો જણાતો ન હોય તેવા જ દસ્‍તાવેજની જ નોંધણીની કાર્યવાહી હાથ ધરવાની રહેશે. જયારે કોઇપણ કારણસર દસ્‍તાવેજની નોંધણી થઇ શકે તેમ ન હોય ત્‍યારે પક્ષકારને આ સાથે સામેલ ચેકલીસ્‍ટ મુજબ લેખિતમાં જાણ કરવાની રહેશે તથા અસલ દસ્‍તાવેજ નોંધણી માટે ન સ્‍વીકારતા પક્ષકારને પરત કરવાનો રહેશે.
આમ ઉપર્યુકત સુચનાઓ ધ્‍યાને લઇ પક્ષકારની કબુલાત સમયમાર્યાદામાં લેવાના હેતુસર ૪ દસ્‍તાવેજ પેન્‍ડીંગ રાખી શકાશે, એ સિવાયના કોઇપણ કારણસર અસલ દસ્‍તાવેજ નોંધણીના હેતુ માટે મુલત્‍વી રાખવાનો રહેશે નહી.
આ અંગે કોઇપણ પ્રકારની બેદરકારી અથવા અયોગ્‍ય કારણોસર પક્ષકારોને હેરાન કરાય છે તે જણાશે તો સંબંધિત સબ રજીસ્‍ટ્રાર વિરૂધ્‍ધ શિક્ષાત્‍મ્‍ક કાર્યવાહી કરવામાં આવશે.

 

(4:38 pm IST)