Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

એડીકો એસ્કોર્ટસ દ્વારા ડીલર મીટ

સ્ટીલટ્રેક ટ્રેકટરના ઉત્પાદનમાં ૭ હજારનો આંક વટાવ્યો : રેલ્વે પ્રોજેકટ પ્લાન્ટનો પણ આરંભ

રાજકોટ એડીકો એસ્કોર્ટ પ્રા.લિ. રાજકોટ સ્થિત મીની ટ્રેકટર ઉત્પાદન, માર્કેટીંગ, સપ્લાય અને સર્વીસમાં વ્યસ્ત કંપની દ્વારા તાજેતરમાં પોતાના ૭૦૦૦ સ્ટીલટ્રેક ટ્રેકટર્સ પૂર્ણ કરી ૭૦૦૧ માં સ્ટીલટ્રેક ટ્રેકટરના ઉત્પાદનનો એડીકો એસ્કોર્ટસના પ્લાન્ટ ખાતે પ્રારંભ કરાયો હતો. એસ્કોર્ટના ચેરમેન ડીરેકટર નિખિલ નંદાની ઉપસ્થિતીમાં યોજાયેલ આ ડીલર મીટમાં ચંદુભાઇ સંતોકી (ચેરમેન), સુરેશભાઇ સંતોકી (મેનેજીંગ ડીરેકટર)ના  હસ્તે ૧૫૧ ગ્રાહક મિત્રોને શાલ ઓઢાડી પુષ્પગુચ્છથી સન્માનીત કરી ટ્રેકટર્સની ડીલીવરી અપાઇ હતી. તેમજ એડીકો એસ્કોર્ટસના રેલ્વે પ્રોજેકટ પ્લાન્ટનો પ્રારંભ નિખિલ નંદાજીના હસ્તે કરાયો હતો. આ બન્ને અવસરોમાં શૈલેન્દ્ર અગરવાલ (એસ્કોર્ટ એકઝીકયુટીવ ડીરેકટર) અને શેનું અગરવાલ (એસ્કોર્ટસ સી.ઇ.ઓ.) ઉપસ્થિત રહેલ અને માર્ગદર્શન આપેલ.

(4:11 pm IST)