Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

વિજય કોમર્શિયલ કો-અપોરેટીવ બેન્કની વાર્ષિક સાધારણ સભા

રાજકોટ : શહેરની સહકારી બેન્કોમાં અગ્રગણ્ય એવી વિજય કોમર્શિયલ કો-ઓપરેટીવ બેન્ક લી., રાજકોટની ૪૪મી વાર્ષિકસાધારણ સભા તાજેતરમાં મળી હતી. મોટા પ્રમાણમાં બેન્કના ડેલીગેટશ્રીઓ, બોર્ડ ઓફ ડીરેકટર્સના સભ્યો તથા આમંત્રિતો ઉપસિથત રહ્યા હતા. આ પ્રસંગે બેન્કના ચીફ એકઝીકયુટીવ ઓફિસર દિપકભાઇ મહેતાએ ઉપસ્થિત સર્વેનું સ્વાગત કરી ડેલીગેટશ્રીઓ અને આમંત્રિતો સમક્ષ બેન્કની બીઝનેશ ગતિવિધી, વિકાસ, હાઇલાઇટસ વિગેરેની વિગતવાર છણાવટ કરી હતી. બેન્કના ચેરપર્સન શ્રીમતી દમયંતીબેન દવે એ જણાવ્યું કે બોર્ડ ઓફ ડાયરેકટર્સના ગ્રુપ એફર્ટ, ઇન્વોલ્વમેન્ટ, વિશ્વાસ, અને સક્રીય સહકારના કારણે બેન્ક ઝડપથી પ્રગતિ કરી રહેલ છે. વિજય બેન્ક રીઝર્વ બેન્કનાં કમ્ફર્ટઝોનમાં છે, અને રીઝર્વ બેન્કના પેરા મીટર પ્રમાણે ફાયનાન્સીયલ સ્ટ્રોંગ એન્ડ વેલ મેનેજમેન્ટ (FSWM) કેટેગરીમાં છે. બેન્કે ૪૪ વર્ષનાં ઇતિહાસમાં મક્કમ અને ઠોસ પ્રગતિ કરી છે. બેન્કનું બોર્ડ અનુભવી, સમર્પિત અને નિષ્ઠાવાન છે, બેન્કનાં વહીવટને પારદર્શક, પ્રગતિશીલ, ક્રિયાશીલ અને તંદુરસ્ત રાખવા બેન્કનું બોર્ડ સતત સક્રિય અને જાગૃત છે. આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, વિજય બેન્કનાં પૂર્વ ચેરમેન પ્રવિણભાઇ ધોળકીયા અને માનસીંગભાઇ ચાવડા, રમેશભાઇ ઘેટીયા તેમજ નાગરીક બેન્કનાં ડિરેકટર હરીભાઇ ડોડીયા, ગીરીશભાઇ દેવળીયા વિગેરેએ ખાસ હાજરી આપેલ. આ પ્રસંગે બેન્કનાં વિકાસમાં ખુબ લાંબા સમયનું યોગદાન આપનાર પૂર્વ ચેરમેન અને મેનેજીંગ ડીરેકટર રમેશભાઇ ઘેટીયાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે ઉપસ્થિત રાજકોટ નાગરીક સહકારી બેન્કનાં ચેરમેન નલીનભાઇ વસાએ જણાવ્યું કે બેન્કે ખુબ સારી પ્રગતિ કરી છે, અને હવે બેન્કનાં વિકાસ માટે મોટા સપના અને મોટા ટારગેટ રાખવા જરૂરી છે. સહકારી બેન્કો સમાજની સેવા કરે છે, અને સાંપ્રત સમાજની બેન્કીંગ સમસ્યાઓની સહકારી બેન્કો દ્વારા ત્વરીત નિર્ણયથી નિવારણ થાય તે અતિ આવશ્યક છે. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ગુજરાત અર્બન કો-ઓપ.બેન્ક, નાફકબ, સહકાર ભારતીનાં અધ્યક્ષ અને સહકારી અગ્રણી જયોતિન્દ્રભાઇ મહેતાનું તેઓએ સહકારી ક્ષેત્રમાં આપેલ યોગદાન બદલ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે નિવૃત ડીરેકટર ભાઇચંદભાઇ ગઢીયાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. બેન્કના વાઇસ ચેરમેન ગોપાલભાઇ માકડીયાએ આભાર વિધી કરી કાર્યક્રમને સંપન્ન કર્યો.

(4:11 pm IST)