Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

બેદરકાર વાહન ચાલકો સામે આરટીઓની લાલ આંખઃ ૭ના લાયસન્સ કાયમી ધોરણે રદ

રાજકોટઃ શહેરમાં વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતાં થાય તે માટે પોલીસ સતત આકરી ઝુંબેશ ચલાવી રહી છે. તે અંતર્ગત દરરોજ લાખથી પણ વધુના દંડ વસુલવામાં આવી રહ્યા છે. બીજી તરફ રાજકોટ આરટીઓ દ્વારા પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે. આરટીઓને પોલીસ તરફથી જુદા-જુદા કેસ અંતર્ગત ૬૭ વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટેની અરજીઓ કરવામાં આવી હતી. અલગ-અલગ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓમાં પકડાયેલા વાહન ચાલકો સામે આ કાર્યવાહી થઇ હતી. આવી ૬૭ અરજીઓ પૈકી ૧૦ કેસોનું આજે હિયરીંગ શરૂ કવામાં આવ્યું હતું. જેમાં ૭ના લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યાનું જાણવા મળે છે. આ સાત પૈકી એક કેસ દારૂ પી વાહન હંકારવાનો હતો અને અન્ય છ કેસ ઓવર સ્પીડના કારણે સર્જાયેલા અકસ્માતના હતાં. હજુ બીજા ૩૫ કેસોનું હિયરીંગ ચાલી રહ્યાનું જાણવા મળે છે.

(3:34 pm IST)