Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ગજાનનધામ દ્વારા વોર્ડ નં.૭ ની સરકારી શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

શાસ્ત્રી શ્રી રાધારમણદાસજીએ વરસાદની વાત કરી અને વરસાદ વરસી પડયો

રાજકોટ તા. ૨૯ : બાલાજી હનુમાનજી પ્રેરીત તથા ગજાનનધામ દ્વારા વોર્ડ નં.૭ ની સરકારી શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો સાથે સન્માનીત કરવાનો કાર્યક્રમ સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભુપેન્દ્રરોડના મહંત સ્વામી શાસ્ત્રી શ્રી રાધારમણદાસી સ્વામીના પ્રમુખ સ્થાને તથા બાલાજી હનુમાનજી મંદિરના મહંત સ્વામી શ્રી વિવેકસાગરદાસજીના અતિથિ વિશેષ સ્થાને અને માજી મંત્રી તથા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના મુખ્ય મહેમાનપદે યોજાય ગયો.

આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને કોર્પોરેટર કશ્યપભાઇ શુકલ ઉપસ્થિત રહેલ અને વિદ્યાર્થીઓને શુભેચ્છા આપેલ.

આ દરમિયાન શાસ્ત્રીશ્રી રાધારમણદાસજી સ્વામીએ પ્રવચન કરી વિદ્યાર્થીઓ અને દાતાઓ ઉપર આશીર્વચનો વરસાવ્યા હતા. સાંજના સમયે વરસાદી વાતાવરણ ધ્યાને લઇ સ્વામીજીએ કાર્યક્રમ વહેલો પૂર્ણ કરવાની જાહેરાત કરેલ. આ વાતને વીસેક મીનીટ વિતવા સાથે જ વરસાદ વરસવા લાગતા સંતોના વચનો સાચા ઠર્યાની લાગણી સૌએ અનુભવી હતી.

આ કાર્યક્રમમાં પૂજારી ભકતવત્સલ સ્વામી અને કોઠારી શ્રી મૂનિવત્સલસ્વામી, જે. પી. સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા.  તેમ સત્સંગી સેવક મનસુખભાઇ પરમારની યાદીમાં જણાવાયુ છે.

(3:32 pm IST)