Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

દક્ષિણમાં ધનાધન વરસાદઃ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ ચૂંટણી 'પ્રચાર' જેવો, ગાજે પણ વરસે નહિ

રાજકોટ, તા., ૨૯: સમગ્ર ગુજરાત  જેની કાગડોળે રાહ જોઇ રહયું છે તે મેઘસવારી દક્ષિણ ગુજરાતમાં આવી પહોંચી છે. આજે સવારથી ડાંગ, નવસારી, સુરત, વલસાડ વગેરે જિલ્લાઓના જુદા જુદા તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડી રહયો છે. વડોદરા પંથકમાં પણ સારો વરસાદ છે. સૌરાષ્ટ્રમાં હજુ ચોમાસાનો માહોલ જામતો નથી. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન નીચુ ગયું છે. વરસાદી માહોલ બને છે પરતુ વાદળા નોંધપાત્ર પ્રમાણમાં વરસતા નથી. ચુંટણી પ્રચારની જેમ વરસાદ આવવાનો દેખાવ થાય છે પરંતુ ગાજયા મેઘ વરસતા નથી.

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પ્રારંભીક વરસાદી વાતાવરણથી વાવણી થઇ ગઇ છે. તેના પર મુશળધાર વરસાદની જરૂર છે. અમુક વિસ્તારોમાં તો આ મોસમમાં મેઘરાજાએ દર્શન જ દીધા નથી. ખેડુતો અને આમ જનતા વરસાદની કાગડોળે રાહ જોવે છે. છુટા છવાયા વરસાદને બાદ કરતા સૌરાષ્ટ્રમાં હજુ ચોમાસાનો માહોલ જામ્યો નથી. વરસાદની આગાહીના પગલે સરકારે એનડીઆરએફની ટીમ સહીતની તૈયારી રાખી છે.

દક્ષિણ ગુજરાતમાં આજે સવારે ૬ વાગ્યાથી બપોરે ૧ર વાગ્યા સુધીના નોંધપાત્ર વરસાદના આંકડા નીચે મુજબ છે.

દક્ષિણમાં મેઘરાજાની મહેર આજે સવારે ૬ થી બપોરે ૧ર સુધીનો વરસાદ

વધઇ (ડાંગ) ૭ ઇંચ, ખગ્રામ (નવસારી) ૦૭ ઇંચ, વાસંદા (નવસારી)-૦૪ ઇંચ, મહુવા (સુરત)-૦૪ ઇંચ, ગરૂડેશ્વર (નર્મદા)-૦૪ ઇંચ, ચીખલી (નવસારી)-૦૪, ધરમપુર-૩II ઇંચ, કપરાડા (વલસાડ)-રાI ઇંચ, પલસાણા (સુરત)-રાI ઇંચ, વડોદરા-રાI ઇંચ, તિલકવાડા-રાI ઇંચ, બારડોલી-૧II ઇૈચ, વલસાડ-૧ ઇંચ.

(3:31 pm IST)