Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

સ્ટેટ જીએસટીના કમિશ્નરનો સપાટો : મોરબી-રાજકોટ-ગાંધીધામમાં એકીસાથે ૮૦ જેટલી પેઢીઓ ઉપર બોગસ બીલીંગ અંગે દરોડાનો દોર

જીએસટી અમલમાં આવ્યા બાદ વેટ તંત્રનું મોટામાં મોટુ ઓપરેશન : રાજકોટથી ૩૦ થી વધુ અધિકારીઓ દોડી ગયા : ખરીદ-વેચાણના બોગસ બીલો અંગે અનેક મોટા માથા ઝપટે

રાજકોટ, તા. ૨૯ : આજે બપોરથી મોરબી રાજકોટ અને ગાંધીધામમાં સ્ટેટ જીએસટીની વીજીલન્સ ટીમેએ બોગસ બીલીંગ અંગે મોટાપાયે દરોડાનો દોર શરૂ કર્યો છે.

સ્ટેટ જીએસટીના કમિશ્નરના સીધા માર્ગદર્શન હેઠળ ૨૦૦ અધિકારીઓના કાફલાએ મોરબીમાં ૫૫, રાજકોટમાં ૧૩ અને ગાંધીધામમાં ૧૦ જગ્યાએ દરોડા શરૂ કર્યા છે.

જીએસટી અમલમાં આવ્યા બાદ તંત્રનું આ સૌથી મોટુ ઓપરેશન ગણાવાઈ રહ્યુ છે. મોરબીમાં સીરામીક ઉદ્યોગ અને ભંગારના વેપારીઓ તથા રાજકોટમાં સ્ટીલ ફેબ્રીકેશન, લોખંડ અને ભંગારના વેપારીઓ ઉપર તથા ગાંધીધામમાં લાકડાના વેપારીઓ અને સેવાકીય માળખાગત ધરાવતી પેઢીઓ ઉપર દરોડા પાડ્યા છે.

રાજકોટથી પણ આ દરોડાના દોરમાં ૩૦ થી વધુ અધિકારીઓની ટીમો દોડાવાઈ છે. તાજેતરમાં ભાવનગર અને રાજકોટ-ગોંડલમાં ૧૨૦૦ કરોડથી વધુ મોટુ બોગસ બીલીંગ પકડાયુ ત્યારબાદ તેના પગલારૂપે અને ખોટા ખરીદ - વેચાણ બીલના આંકડાની વિગતો બહાર આવતા અને ખોટા રજીસ્ટ્રેશન નંબર મેળવી ઈ-વે બીલ જનરેટ કર્યાનું બહાર આવતા આજ સવારથી દરોડા શરૂ કર્યા છે. વધુ વિગતો મેળવાઈ રહી છે.

(3:28 pm IST)