Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

જેલમાંથી પેરોલ પર છૂટી ભાગી ગયેલો હત્યાના ગુનાનો કેદી સાજીદ પકડાયો

પેરોલ ફરલો સ્કવોડે ભોમેશ્વરમાંથી સંકજામાં લીધો

રાજકોટઃ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર અભ્યકુમાર ચૌધરી વચગાળાના જામીન પરથી પેરોલ રજા પરથી અથવા પોલીસ જાપ્તામાંથી ફરાર કેદી તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સૂચના આપતા એસીપી જયદીપસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઇ બી.કે.ખાચર તથા હેડ કોન્સ ધર્મેન્દ્રસિંહ જાડેજા, બકુલભાઇ, દીગ્વીજયસિંહ જાડેજા, મધુકાંતભાઇ સોલંકી, જયદેવસિંહ પરમાર, જયપાલસિંહ ઝાલા, કિશોરદાનભાઇ ગઢવી, જગદીશભાઇ ગઢવી, ધીરેનભાઇ ગઢવી તથા મહંમદ અઝરૂદીનભાઇ બુખારી સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે હેડકોન્સ બકુલભાઇ, જયદેવસિંહ અને જયપાલસિંહને મળેલી બાતમીના આધારે દસ વર્ષ પહેલા અમરેલી જીલ્લામાં થયેલી હત્યાના ગુન્હામાં રાજકોટની મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા સાજીદ ઇલ્યાસભાઇ કેરૂન (ઉ.વ.૩૦) (રહે. સોઢાવાડી, નવીવસાહુત,ગણેશ સોસાયટી પાછળ ધારી)ને ભોમેશ્વર સોસાયટીમાં શ્રી ભોમેશ્વર મહાદેવજીના મંદીર પાસેથી પકડી લીધો હતો. પકડાયેલો કેદી સાજીદ કેરૂન મધ્યસ્થ જેલમાંથી નવ દીવસની પેરોલ રજા પર છૂટયો હતો. અને તેને તા.૨૫.૬ના રોજ હાજર થવાનુ હતું તેથી તે હાજર ન થતા ફરાર થઇ ગયો હતો.

(3:27 pm IST)