Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ધ્રુવપ્રદેશ બિમાર તેથી ભયાનક રોગો ફેલાવવાના એંધાણ

કુદરતને તેના મૂળ સ્વરૂપે રહેવા દેવુ જોઈએ. પૃથ્વીનું ઈકોલોજીને હાની પહોંચે તેવુ કોઈ કૃત્ય ન કરવું જોઈએ. પરંતુ મનુષ્યએ પોતાનાં સ્વાર્થ ખાતર, પોતાનાં વિકાસનાં નામે કુદરતને હાની પહોંચાડવામાં કંઈજ બાકી રાખ્યુ નથી. ગ્લોબલ વોર્મિંગથી સૌ પરિચિત છે. પૃથ્વીનું તાપમાન દિવસેને દિવસે વધતુ જાય છે. પૃથ્વીનાં મુખ્ય બે ધ્રુવો છે. જેમાં આર્કટીકા અને એન્ટાર્કટીકા પર છવાયેલો બરફ પીગડવાની શરૂઆત થઈ ચૂકી છે. પ્રાગ ઐતિહાસિક સમયની પૃથ્વીમાં જે દટાઈ ગયુ છે. તે હવે પીગળતા બરફનાં પીગળેલા પાણી સાથે બહાર આવી રહ્યું છે. બરફની માટી (પરમોફેસ્ટ) તરીકે ઓળખાય છે. વર્ષો પહેલાનાં દટાયેલ ઈતિહાસ સદિયોથી દટાયેલી માનવ ઉત્ક્રાંતિ બહાર આવી રહી છે. એમાં જીવજંતુ, વનસ્પતિ, જીવાણુઓ, રસાયણએ બધુ જ ઢબરાયેલુ છે. પૃથ્વીનું સૌથી મોટુ સંગ્રહીત કબ્રસ્તાન છે. સાઈબીરીયામાં ટૂંન્ડ્ પ્રદેશમાં વૈજ્ઞાનિકો ફરતા હતા. એમને બરફની વચ્ચે છેદ દેખાયો. એમા એને લાકડા જેવું કંઈક તરતુ દેખાયું. એને બહાર નીકાળી જોયુએ હાડકા હતાં અને એ પ્રાગઐતિહાસિક સમયનાં જીવોનાં હતા. પણ એ કલીસ્ટોસીન સમયનાં હતા. જે સમયમાં મૈમથ નામનો વિશાળકાય હાથી જેવા જીવો હતા. તેઓ ત્યાં હતા. બરફ વચ્ચે હવે છેદ થાય તો એમાંથી મીથેન અને કાર્બન ડાયોકસાઈડ નીકળી રહ્યાં છે. જીવાણુઓ જીવંત થઈ રહ્યા છે. સુષુપ્ત હતાં તેઓ સક્રીય થશે. તેવો ભય રહેલો છે. વિશ્વમાં તેઓ ભયાનક બિમારી ફેલાવે તે પહેલા જો તેને દાંટી દેવામાં ન આવે તેઓ આખી પૃથ્વી પર ભયાનક બિમારીઓ ફેલાશે.

ચેતવું હોય તો ચેતી જજો, નહીંતર પૃથ્વી પ્રલયની કગાર પર છે

પરમોફોષ્ટ જયાં મળેલ છે. ત્યાં હજારો ટન કાર્બન બરફમાં ધરબાયેલ છે. આખી પૃથ્વીમાં જેટલો કુલ કાર્બન છે. તેના કરતાં ત્રણ ગણા કાર્બન દબાયેલો છે. એમાંનાં જીવાણુઓ કેટલા હાનિકારક છે. તે શું ફેલાવી શકે છે. તે હજુ જાણી શકાયું નથી. તેનું સંશોધન હવે થશે. વૈજ્ઞાનિકો આ ધ્રુવ પ્રદેશમાં રહેવા કાર્બનને કાર્બન બોમ્બ તરીકે દર્શાવવાનું કહે છે. ગ્લોબલ વોર્મીંગની વાત થઈ ત્યારથી પૃથ્વી ગરમ થઈની વાત સૌ જાણે છે. આર્કટીકા પ્રદેશ પૃથ્વી કરતા ડબલ ઝડપે ગરમ થઈ રહ્યો છે અને પરમોફોસ્ટ ઓગળતા એમાથી નવા વિસ્તારોનાં જનમ થવાની શકયતાઓ છે અને તે ઝરણા સ્વરૂપે જ રહેશે. હિમહિન સ્થિતિ ભયાનક ગણવામાં આવશે. આ પાણીમાં કયાંક કયાંક પરપોટાની અસર દેખાય છે. જે જીવાણુ હોવાની સંભાવના દર્શાવે છે.ઙ્ગ

વર્ષ ૨૦૧૬માં રેન્ડિયર ચરાવવા જતો રખેવાડ બિમાર પડયાં અને ત્યારે વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું અને ૨૫૦૦ રેન્ડિયર અને યુવાન રખેવાળ મૃત્યુ પામ્યા. જેનુ કારણ મળ્યુ એનથ્રેકસ નામનાં જીવાણુથી ફેલાતો રોગ છે. એન્થ્રેકસ બરફમાં સુષુપ્ત હતા. જે જાગૃત બનતા આ રોગ ફેલાયો હતો. આ એનથ્રેકસ વ્યાપક પ્રમાણમાં ફેલાઈ તો એની શું અસર થાય તે વિચારવું પણ અશકય છે! ! ! સ્વાઈન ફલ્યુ તો પ્રચલિત બન્યો છે. તેમા શીતળા જેવા બીજા જીવાણુ પણ તથા સુષુપ્ત અવસ્થામાં પડ્યા હોવાનું અનુમાન છે.

પરમોફોસ્ટ ૩૦,૦૦૦ વર્ષ જુનો છે. વૈજ્ઞાનિકો તેને હાલમાં પરિક્ષણ માટે લઈ જાય છે. તે બરફ સ્વરૂપે હોય છે. તેને ઓગાળવામાં આવતાં જ વિષાણુઓ સક્રિય થઈ જાય છે. જો કોઈ દુર્ઘટના સર્જાય અને આ વિષાણુઓ બહાર ફેકાય તો તો પૃથ્વીનો અંત રોગચાળાનાં કારણે નકિક છે. આપણા ખાદ્ય પદાર્થો પર, જીવનશૈલી પર શરીર રચનાનાં ઢાંચા સહિતનું બધુ જ બદલાય જાય શકે.

 આનો  ઈલાજ એ જ છે કે, આપણે પૃથ્વીનું તાપમાન નીચું જાળવી રાખીએ. જંગલોનો વિનાશ ન કરીએ. વધુને વધુ વૃક્ષો વાવીએ. કાર્બનનું ઉત્સર્જન ઘટાડીયે. કુદરતે  તેના કુદરતી સ્વરૂપમાં જ રહેવા દઈએ. તો જ આપણી ભાવિ પેઢી સલામત રહેશે.

રાઠોડ વનિતા આચાર્ય, શ્રીવિનોબા ભાવે શાળાનં.૯૩ રાજકોટ, મો.૮૧૫૫૦ ૫૦૧૦૨

(3:26 pm IST)