Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

બ્રહ્મસમાજ દ્વારા જ્ઞાન સંકલ્પ યોજનાના વિદ્યાર્થીઓને કાલે મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં શાળા પ્રવેશ - સન્માન

પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં સંગીતની સુરાવલીઓ ગુંજશે : શાળા સંચાલકોનું પણ સન્માન

રાજકોટ તા. ૨૯ : સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કાલે તા. ૩૦ ના રવિવારે જ્ઞાન સંકલપ યોજના અંતર્ગત મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતીમાં શાળા પ્રવેશનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે.

બ્રહ્મસમાજ રાજકોટના કશ્યપ શુકલ અને દર્શીત જાનીની યાદીમાં જણાવ્યા મુજબ કાલે તા. ૩૦ ના રવિવારે સાંજે ૪.૩૦ થી ૭.૩૦ સુધી પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે આયોજીત આ કાર્યક્રમના આરંભે પંકજ ભટ્ટ અને તેમની ટીમ સુમધુર ગીતો રજુ કરશે. બાદમાં જ્ઞાન સંકલ્પ યોજના અંતર્ગત સામેલ વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કરાશે.

જ્ઞાન સંકલપ યોજનામાં  ભરાડ સ્કુલ, સિસ્ટર નિવેદીતા સ્કુલ, મુરલીધર સકુલ, ઇનોવેટીવી સ્કુલ, તપોવન સ્કુલ, શકિત સ્કુલ, હોલી સેન્ટ સ્કુલ જેવી શાળાઓ સામેલ થયેલ છે.

સમગ્ર યોજના ગીજુભાઇ ભરાડ તથા ગુલાબભાઇ જાનીના માર્ગદર્શન હેઠળ બ્રહ્મસમાજના યુવા પ્રમુખ દર્શીત જાની, કમલેશ ત્રિવેદી, ડો. અતુલભાઇ વ્યાસ, દક્ષેસ પંડયાની ટીમે તૈયાર કરી છે. જેમાં જરૂરીયાતમંદ બાળકોને વિનામુલ્યે શિક્ષણ અપાશે.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કશ્યપ શુકલ અને દર્શિત જાનીની આગેવાની હેઠળ કમલેશભાઇ ત્રિવેદી, ડો. અતુલભાઇ વ્યાસ, દક્ષેસભાઇ પંડયા, દિપકભાઇ પંડયા, નલીનભાઇ જોષી, જીજ્ઞેશભાઇ ઉપાધ્યાય, જનાર્દનભાઇ આચાર્ય, નીલમબેન ભટ્ટ, સુરભીબેન આચાર્ય, ધાત્રીબેન ભટ્ટ, ભાવનાબેન જોષી વગરેે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:35 pm IST)