Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ઢેબર કોલોનીમાં જાહેરમાં વરલીનો જૂગાર રમતાં ચાર શખ્સ પકડાયા

રાજકોટ તા. ૨૯: ઢેબર કોલોની કવાર્ટર નં. ૧૯૯ પાસે મદ્રેસા પાછળ જાહેરમાં વરલી ફીચરના આંકડા પર જૂગાર રમતાં ચાર શખ્સોને ભકિતનગર પોલીસે પકડી લીધા હતાં.

પોલીસે દરોડો પાડી રમેશ મોહનભાઇ ચોૈહાણ (ઉ.૩૭-રહે. ડાયમંડ પાર્ક પ્લોટ નં. ૪૦, મેટોડા જીઆઇડીસી), જયેશ કાનાભાઇ ધાંધશ (ઉ.૨૮-રહે. ખીરસરા જુની પોલીસ ચોકી પાછળ-મુળ વતન ગાંઠીલા તા. વંથલી) તથા મુરાદ ગુલમહમદ જામ (ઉ.૨૪-રહે. ઢેબર કોલોની મદ્રેસા પાછળ) તથા રહેમત ગુલમહમદ જામ (ઉ.૨૯-રહે. મદ્રેસા પાછળ)ને પકડી લઇ વરલી ફિચરના આંકડા લખેલી સ્લીપો, રોકડા રૂ. ૩ હજાર તથા બોલપેન કબ્જે કર્યા હતાં.

(3:23 pm IST)