Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

સદર બજારમાં જુગાર રમતા છ પકડાયા

મહંમદ, મુકેશ, સાબીર, આબીદ, અલ્તાફ અને યાસીનની ધરપકડ

રાજકોટ તા. ર૯: સદર બજારમાં પરમાર કોર્નર પાસે પ્ર.નગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ પ્રદ્યુમન નગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અશોકભાઇ કલાલ, અરવિંદભાઇ, હેમેન્દ્રભાઇ, પ્રદિપસિંહ, જયેન્દ્રસિંહ અને જયદીપસિંહ તથા મનજીભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે સદર બજાર પરમાર કોર્નર પાસે દરોડો પાડી સદર બજારમાં રહેતા મહંમદ ઇસ્માઇલભાઇ શેખ, સાબીર યાસીનભાઇ પઠાણ, યાસીન મહંમદભાઇ શેખ, રેસકોર્ષ રોડ પર શકિત કોલોનીમાં રહેતો મુકેશ દેવજીભાઇ ચૌહાણ, દૂધ સાગર રોડ પરનો અલ્તાફ બશીરભાઇ શાહમદાર અને મોચી બજાર ખાટકીવાડમાં રહેતો આબીદ ઉમરભાઇ ચૌહાણને પકડી લઇ રૂ. ૪,૯૩૦ની રોકડ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:22 pm IST)