Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

'રસોઇ બનાવતા આવડતી નથી' કહી નાના મવામાં સ્મીતાબેન રાઠોડને ત્રાસ

પતિ મુકેશ, સાસુ બાલુબેન, સસરા દેવરાજભાઇ, નણંદ શિલ્પા, જેઠ અરવિંદ અને જેઠાણી હંસા સામે ફરિયાદ

રાજકોટ તા. ર૯: નાના મવા ગામ મોકાજી સર્કલની બાજુમાં વણકરવાસમાં રહેતી મહિલાને 'તને રસોઇ બનાવતા આવડતી નથી 'તારા મમ્મીના ઘરેથી શીખીને આવ' કહી પતિ તથા સાસરીયાઓ શારીરીક માનસીક ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર રામધામ-૪ માં માવતરે રીસામણે આવેલા સ્મીતાબેન મુકેશ રાઠોડ (ઉ.વ. ૩૬) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતાના ર૦૦ર ની સાલમાં જ્ઞાતીના રીત રીવાજ મુજબ નાનામવા ગામ મોકાજી સર્કલ પાસે વણકરવાસમાં રહેતા મુકેશ દેવરાજભાઇ રાઠોડ સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પોતે પતિ તથા સાસુ, બાલુબેન રાઠોડ, સસરા દેવરાજભાઇ ગોવિંદભાઇ રાઠોડ, નણંદ શિલ્પા જીતેન્દ્રભાઇ ભોજાણી, જેઠ અરવિંદ દેવરાજભાઇ રાઠોડ અને જેઠાણી હંસા અરવિંદ રાઠોડ તમામ સંયુકત પરિવારમાં રહેતા હતા. એક વર્ષ સારી રીતે રાખ્યા બાદ પતિ, સાસુ અને સસરા ઘરની નાની નાની બાબતે ઝઘડો કરી ત્રાસ આપતા હતા અને 'તને સારી રસોઇ પણ બનાવતા આવડતી નથી.' તારા મમ્મીના ઘરેથી સારી રસોઇ શીખીને આવ તેમ મેણા ટોણા મારતા હતા અને પતિ નાની નાની બાબતે ઝઘડો કરતો હતો અને નણંદ પણ ઘરે આવી પતિને ચઢામણી કરતા પતિ ઉશ્કેરાઇ જઇ પોતાને મારકુટ કરતો હતો બાદ પતિને બેંકમાં નોકરી મળી ગયેલ હોઇ જેથી પોતે તેને હવે ગમતી નથી અને હવે રાખવી નથી. તેમ કહી ઝઘડો કરતો હતો આ અંગે મહિલાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એએસઆઇ ગીતાબેન પંડયાએ તપાસ આદરી છે.

(3:22 pm IST)