Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

રાજકોટ જિલ્લામાં ભાજપના સદસ્યતા નોંધણી અભિયાનના ઇન્ચાર્જ જાહેર

રાજકોટ તા.૨૯: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહ તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણીના નેતૃત્વમાં ગુજરાતભરમાં તા.૬ જુલાઇ ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મજયંતિથી ભાજપા દ્વારા સંગઠનપર્વ ૨૦૧૯ ''સદસ્યતા વૃદ્ધિ અભિયાન'' નો જીલ્લા-તાલુકા મથકોએ ભવ્યાતીત ભવ્ય પ્રારંભ કરવામાં આવશે, જેના ભાગરૂપે રાજકોટ જીલ્લાના સંગઠન પર્વ સદસ્યતા વૃદ્ધિ અભિયાન અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષશ્રી ડિ.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઇ મેતા, જયંતીભાઇ ઢોલ, ડો.ભરતભાઇ બોઘરા તેમજ જીલ્લા સંગઠન પર્વના ઇન્ચાર્જશ્રી દિલીપભાઇ ગાંધી અને સંગઠન પર્વના સહ-ઇન્ચાર્જ નાગદાનભાઇ ચાવડા, મીનાક્ષીબેન સોજીત્રા તથા તમામ મંડલોના ઇન્ચાર્જ, સહ-ઇન્ચાર્જની વરણી કરવામં આવેલ છે.

ઉપલેટા શહેરમાં ઇન્ચાર્જ દાનાભાઇ ચંદ્રવડીયા તથા સહ-ઇન્ચાર્જ ચેતનભાઇ કાલરીયા, ફાલ્ગુનીબેન પરમાર, ઉપલેટા તાલુકામાં ઇન્ચાર્જ રમણીકભાઇ ઠુંમર તથા સહ-ઇન્ચાર્જ, મહેન્દ્રભાઇ ભાલોડીયા, નીલમબેન રમેશભાઇ ખાંટ, ભાયાવદર શહેરમાં ઇન્ચાર્જ, શૈલેશભાઇ દલસાણીયા તથા સહ-ઇન્ચાર્જ, ધવલભાઇ ધમસાણીયા, શ્રી ઇલાબેન ગીરીશભાઇ રામાણી, ધોરાજી શહેરમાં ઇન્ચાર્જ, અરવિંદભાઇ વોરા તથા સહ-ઇન્ચાર્જ શ્રી વિજયભાઇ બાબરિયા, આશાબેન લિંબડ, ધોરાજી તાલુકામાં ઇન્ચાર્જ, અશ્વીભાઇ શેરઠીયા તથા સહ-ઇન્ચાર્જ, નટુભાઇ ડાંગર, હંસાબેન જે.ભુત, જેતપુર શહેરમાં ઇન્ચાર્જ, વિપુલભાઇ સંચાણીયા તથા સહ-ઇન્ચાર્જ, બાબુભાઇ ખાચરીયા, બિંદીયાબેન મકવાણા, જેતપુર તાલુકામાં ઇન્ચાર્જ, નવનીતભાઇ ખુંટ તથા સહ-ઇન્ચાર્જ, ભુપતભાઇ સોલંકી, નીતાબેન ગુન્દારીયા, જામકંડોરણા તાલુકામાં ઇન્ચાર્જ, ગોતમભાઇ વ્યાસ તથા સહ-ઇન્ચાર્જ, આશીષભાઇ કોયાણી, પ્રફુલાબેન દવે, ગોંડલ શહેરમાં ઇન્ચાર્જ, સમીરભાઇ કોટડીયા તથા સહ-ઇન્ચાર્જ, પૃથ્વીસિંહ જાડેજા, મનીષાબેન સાવલિયા, ગોંડલ તાલુકામાં ઇન્ચાર્જ શ્રી શૈલેશભાઇ ડોબરિયા તથા સહ-ઇન્ચાર્જ શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, કાજલબેન કાથરોટીયા, લોધિકા તાલુકામાં ઇન્ચાર્જ, મોહનભાઇ ખુંટ તથા સહ-ઇન્ચાર્જ, દિગુભા જાડેજા, ગીતાબેન જેન્તીભાઇ વેકરીયા, કોટડાસાંગાણી તાલુકામાં ઇન્ચાર્જ, મોરારીદાસ દાણીધારીયા તથા સહ-ઇન્ચાર્જ, સંજયભાઇ ગૌસ્વામી, મનીષાબેન સંચાણીયા, રાજકોટ તાલુકામાં ઇન્ચાર્જ, ગૌતમભાઇ કાનગડ તથા સહ-ઇન્ચાર્જ, નીશીતભાઇ ખુંટ, જીગીશાબેન આંબલીયા, પડધરી તાલુકામાં ઇન્ચાર્જ, મનોજભાઇ પેઢડીયા તથા સહ-ઇન્ચાર્જ, છગનભાઇ વાંસજાળીયા, કાંતાબેન દુધાગરા, જસદણ શહેરમાં ઇન્ચાર્જ નરેશભાઇ પોલરા (દેરડ) તથા સહ-ઇન્ચાર્જ, અશોકભાઇ ચાંવ, સોનલબેન વસાણી, જસદણ તાલુકામાં ઇન્ચાર્જ કિશોરભાઇ બોદર તથા સહ-ઇન્ચાર્જ, જયંતીભાઇ સરવૈયા, શ્રી રામકુબેન પ્રભાતભાઇ ડાંગર, વિંછીયા તાલુકામાં ઇન્ચાર્જ અશ્વિનભાઇ સાકળીયા તથા સહ-ઇન્ચાર્જ, અજયભાઇ બાવળિયા, દીપિકાબેન દરજીની વરણી કરવામાં આવેલ છે.

(11:50 am IST)