Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

વરસાદના વરતારા-આગાહીઓની હોળી કરી લોકોને વૈજ્ઞાનિક સમજ આપતી ભારત જન વિજ્ઞાન જાથા

ગોંડલ યુ.એલ.ડી. કન્યા વિદ્યાલયમાં વૈજ્ઞાનિક મિજાજના દર્શન કરાવાયા : આગાહીકારો ગુમરાહ કરે છે જયારે વૈજ્ઞાનિક ઉપકરણોના આધારે હવામાન ખાતુ નકકર માહીત આપતી હોવાનો સુર વ્યકત

રાજકોટ : રાજયમાં છેલ્લા ૧૮ વર્ષથી વરસાદના વરતારા કરનારાઓ ખોટા પડે છે. ભડલી ફડલી, હોળીની જાળ, અખાત્રીજનો પવન, ટીટોડીના ઇંડા, જયોતિષ, નક્ષત્રો અને પોતાની સ્ફુરણા પ્રમાણે વરતારા કરવા વર્તમાન યુગમાં અપ્રસ્તુ, અવૈજ્ઞાનિક છે. જુનાગઢમાં યોજાયેલ વર્ષા પરિસંવાદનો પ્રથમ ચરણમાં જ રકાસ થયો છે. તેના વિરોધમાં રાજયભરમાં વરતારાઓનો વિરોધ કરી ફળ કથનો, આગાહીઓની હોળી કરી વિજ્ઞાનીક સમજ આપી હવામાન વિભાગ અને વિજ્ઞાન કેન્દ્રોની સચોટ માહીતી આપવાનો એક કાર્યક્રમ ગોંડલ યુ. એલ. ડી. કન્યા વિદ્યાલય ખાતે ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા યોજવામાં આવ્યો હતો. જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ રાજકોટ, ગોંડલ, જુનાગઢ, ધોરાજીમાં લોકોને જણાવેલ કે પ્રતિ વર્ષ વર્ષા પરિસંવાદમાં વરસાદના વરતારાઓનો કરૂણ કરાસ થાય છે. તેના કારણે વરતારા કરનારા પાસે વિજ્ઞાનની કસોટીમાં પાસ થાય તેવા એકપણ ઉપકરણ નથી. વર્ષા પરિસંવાદો વર્તમાન સમયમાં અપ્રસ્તુત, અતાર્કીક હોય કાયમી બંધ કરવા જોઇએ. વરતારા કરનારાઓમાં એકસૂત્રતા કદી જોવા મળતી નથી. વરતારાને વિજ્ઞાનનો કોઇ આધાર નથી. સાથે પ્રયોગસિધ્ધ પણ નથી. તેથી દર વર્ષે ખોટા પડે છે. જાથાના પંડયાએ જણાવેલ કે જુનાગઢ વર્ષા પરિસંવાદમાં કરેલી આગાહીઓનું પ્રથમ ચરણમાં કડડભૂસ થયું છે. વરસાદની સ્વીચ વરતારા કરનારા પસે હોય તેવી રીતે અસ્પષ્ટ તારીખ જાહેરાત કરે છે. કેટલા ઇંચ પડશે તેની મુર્ખામી પણ કરી નાખે છે. કોઇ એક મે-જુનમાં વરસાદ પડશેનું કહે તો બીજો દિવાળી સુધી વરસાદ થશેનું જણાવે. આ બધુ માત્ર ગપગોળા હોય છે. તેમાંથી એકાદ આગાહી સાચી પડી જાય તો પ્રસિધ્ધિમાં પડી જાય છે. જાથા પાસે સોગંદનામા ઉપર વરતારા કરીને તેની ચકાસણી માટે આગળ આવવું જોઇએ. પોતાનું ભવિષ્ય ભાંખી ન શકનારા ચાર ખુણામાં ચોપડી જોઇ દેશ દુનિયાની ચિંતા કરવા નિકળી પડયા છે. સચોટ આગહીકાર વિશ્વમાં પેદા થયો નથી. વરસાદની ઋતુમાંૅ વર્ષા ન પડે તો શું ગાંઠીયા ભજીયા પડે ખરા? અમુક શખ્સો લોકોને ઉંધે માર્ગે વાળવા પોતાની સ્ફુરણા પ્રમાણે વરતારા કરતા નજરે પડે છે જે દુઃખદ છે. જાથાના ચેરમેન જયંત પંડયાએ ગોંડલની યુ.એલ.ડી. કનયા છાત્રાલય ખાતે જણાવેલ કે ભારતમાં વરસાદની જાણકારી માટે અદ્યતન ઉપકરણો, વૈદ્યશાળાઓ, ઉપગ્રહો મારફત નિરીક્ષણ, વિજ્ઞાનના સાધનો, પરીક્ષણ, ક્રિયા કારણ સંબંધ, વર્ષોની આંકડાકીય માહીતી, પવનની ગતિ, દરીયાઇ સંબંધી લો-પ્રેસર, કારણો ધ્યાનમાં લઇ વરસાદ, વાવાઝોડા સંબંધી આગાહી કરી જાણકારી આપવામાં આવે છે. તેમાં પણ ખોટા પડે તો પ્રયોગસિધ્ધ કારણો નજરો નજર ટી. વી. માધ્યમ દ્વારા બતાવી કે જોઇ શકાય તેવા પુરતા કારણો જનસમાજને દર્શાવવામાં આવે છે. જયારે વરતારા આપનારાઓ આવા નકકર કારણો હોતા નથી. ગોંડલ યુ.એલ.ડી. કન્યા વિદ્યાલયના પ્રમુખ વિઠ્ઠલભાઇ ધડુકે જાથાના સમાજલક્ષી, જાગૃતિ કાર્યક્રમોને બિરદાવી, છાત્રાઓને અંધશ્રધ્ધામાંથી બહાર આવવા અનુરોધ કર્યો હતો. કન્યા વિદ્યાલયના આચાર્ય શ્રી દેસાઇએ જાથાની ટીમનું સ્વાગત કરેલ. સમગ્ર વ્યવસ્થામાં ભારતીબેન ઠુંમર, શિલ્પાબેન ગોંડલીયા, ભૂમીબેન ભીમાણી, કાજલબેન સેંઝલીયાએ ભાગ લીધો હતો. જાથાના રાજુભાઇ યાદવ, મનસુખભાઇ મૂર્તિકાર, રમેશ પરમાર, વિનોદ વામજા, ભાર્ગવ પંડયા, કાર્તિક ભટ્ટ, વિનુભાઇ ઉપાધ્યાય, રોમીત રાજદેવ, અંકલેશ ગોહિલ, અસંખ્ય સદસ્યોએ પોતાના ગામમાં વરતારાઓનો વિરોધ કરી આગાહીઓની હોળી કરી લોકોને સાચી સમજ આપી હતી. વર્ષા પરિસંવાદના વરસાદના વરતારા  બંધ કરાવવા સંબંધી જાથાની વિચારધારામાં જોડાવા ઇચ્છુકોએ મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા જાથાની યાદીમાં જણાવાયુ છે.

(3:59 pm IST)