Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

કવિ 'આપ' સ્મૃતિ વિશેષ'સંભારણા' : ઓફિશ્યલી યુ ટ્યુબ સાહિત્યિક ચેનલને પ્રતિસાદ

રાજકોટ તા.૨૯ : સૌરાષ્ટ્રના જાણીતા કવિ , લેખક , ગાયક , વકતા, સ્વરકાર, - સંગીતકાર સ્વ. આપાભાઇ ગઢવી (કવિ 'આપ')ની ૨૪ મી પુણ્યતીથી નિમિત્તે કવિ આપ પરિવાર  દ્વારા  અત્રે શ્રી સ્વામિનારાયણ મંદિર  , ભૂપેન્દ્ર રોડ , રાજકોટ ખાતે 'સંભારણા' કાર્યક્રમ યોજાય ગયો. કાર્યક્રમની મુખ્ય પહેલ કવિ આપના સાહિત્ય સંગીતના સેતુરૂપ શરૂ કરાયેલ આપાભાઇ ગઢવી ઓફિશ્યઅલી યુ ટ્યુબ સાહિત્યિક  ચેનલ રહી . ચેનલને આવકાર અને ઉપસ્થિત કલાકાર ગણના હસ્તે કાર્યક્રમના દિપ પ્રાગટ્ય બાદ ભુખીદાનભાઇ ગઢવીએ આપાભાઇ ના ઉત્તમ લોક કવિ સાથોસાથ ઉમદા લોકગાયક , સંસોધક, સંપાદક , હોવાના 'સંભારણા' રજુકરી દેશ - વિદેશમાં આપાભાઇ અને એમની , ઝુપડીએ કોક તો જાજો,- સહિતની કૃતિઓની શાખની વિગતે વાત કરી હતી. લોકસંગીતની કાર્યક્રમની એવી કોઇ રાત નહિ હોય કે જ્યાં આપાભાઇ ની કૃતિ રજુ ન થતી હોય એમ કહી ધીરૂભાઇ સરવૈયા એ આપાભાઇ સોરઠી સંકાર સહિતના પદની વાત કરી હતી. ઉદય ભગતે આપાભાઇની કવિ પ્રતિભા અને રામાયણ અનુસંધાનની રચનાની રજુઆત કરેલ. ઉપરાંત કીર્તિદાન ગઢવીએ કવિ આપની, પ્રીતુ રે કરીને ઘણુ પછતાણાં, માનવ નડે છે માનવીને મોટો થયા પછી, તમોને મુબારક તમારી અમીરી મોગલ છેડતા કાળો નાગ, ઉગમણે બારણે ઉભીશ હું વાટ જોઇ, ઘનશ્યામ શ્યામ મોહે પ્યારો રે.. આદી વિશેષ લોકપ્રિય  કૃતિઓ રજૂ કરી શ્રોતાઓની દાદ મેળવી હતી. મોઇન મીરે આપાભાઇના ગણપતિ - ગુરૂ વંદનાનો ઉપક્રમ રચ્યો. કવિપુત્ર નરહર ગઢવીના સંચાલન સહ શબ્બિર ઉસ્તાદ  , બળવંત ગોસાઇ, અભય વ્યાસ, દિનેશ ગઢવી, શ્યામ - વિજય- કાનજી ની સુરીલી સંગતે મોડી રાત સુધી કાર્યક્રમને લોકોએ મન ભરીને માણ્યો આપણાં ગુજરાતના લોકસાહિત્ય અને ચારણી સાહિત્યની ધરોહર સમા સ્વ. આપાભાઇ ગઢવી (કવી'આપ')ના સાહિત્ય સંગીતનો વિશેષ લાભ મેળવવા , આપાભાઇ ગઢવી ઓફિશ્યિઅલ યુ ટ્યુબ ચેનલને સબક્રાઇબ કરવા જાહેર અનુરોધ કરાયો છે.

(4:39 pm IST)