Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ખાદી ભંડાર પાસેની કરોડોની કિંમતની ઈન્ડીયન એરલાઈન્સને અપાયેલ જમીનનો કબ્જો લેતા કલેકટર

રાજકોટ, તા. ૨૯ :. રાજકોટ કલેકટર દ્વારા ઈન્ડીયન એરલાઈન્સને રાજકોટના ત્રિકોણબાગ પાસે એ-ડિવીઝનની બાજુમાં એરલાઈન્સ હાઉસ બનાવવા માટે ૧૯૮૯માં ચો.મી. ૧૦૭૬-૬૨ જમીન ફાળવવામાં આવેલી હતી, કરોડોની કિંમત આ જમીનની થતી હતી.

પરંતુ ૨૯ વર્ષથી ઈન્ડીયન એરલાઈન્સ દ્વારા જમીનનો કોઈ પણ ઉપયોગ કરેલ ન હોય આ જમીન પડતર થઈ ગયેલ અને કચરાઓના ઢગલાઓથી આજુબાજુના લોકો ત્રાહિમામ થઈ ગયેલા હતા.

આ બાબત કલેકટરના ધ્યાનમાં આવ્યા બાદ આ જમીનમાં રાજકોટ કલેકટરશ્રી રાહુલ ગુપ્તાએ શરતભંગ કેસ ચલાવી જમીન સરકાર હસ્તક લેવાનો હુકમ કર્યો છે. રાજકોટની મધ્યે આવેલ આ ખૂબ જ કિંમતી જમીનનો કોઈ સારા હેતુસર ઉપયોગ લેવામાં આવે તે જરૂરી છે. ઈન્ડીયન એરલાઈન્સને ૨ થી ૩ વખત પણ બાંધકામ કરવા અંગે કહેવાયુ હતું પણ કોઈ જરૂરી કાર્યવાહી નહી કરતા આખરે જમીનનો કબ્જો લઈ લેવાયો છે. કલેકટરના હુકમ બાદ સીટી તલાટી ધીરેન્દ્ર પુરોહીત અને સર્કલ ઓફિસર દેકીવાડીયા દ્વારા આ જમીનનો 'શ્રી સરકાર' હસ્તક કબ્જો સંભાળી કલેકટરને રીપોર્ટ કરી દેવાયાનું ઉમેરાયુ છે.

(4:37 pm IST)