Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

માલીયાસણ પાસે માલવાહક વાહનમાં દારૂની ૮૪ બોટલ સાથે ચંદ્રેશ પકડાયો

રાજકોટ તા. ર૯: કુવાડવા રોડ માલીયાસણ પાસે જીટો માલવાહક વાહનમાંથી દારૂની ૮૪ બોટલ સાથે વણકર શખ્સને કુવાડવા રોડ પોલીસે પકડી લીધો છે.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઇ. એ. આર. મોડીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી. પી. આહિર, હેડ કોન્સ. જયંતીભાઇ ગોહીલ, મહાવિરસિંહ ઝાલા તથા અંશુમનભાઇ ગઢવી સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે માલીયાસણ ગામ પાસેથી પસાર થતા જીટો માલવાહક વાહનને રોકી તલાસી લેતા તેમાંથી રૂ. રપ,ર૦૦ ની કિંમતની દારૂની ૮૪ બોટલ મળી આવતા પોલીસે ચાલક ચંદ્રેશ હરીભાઇ મોરાડીયા (ઉ.વ. ર૯) (રહે. ભગવતીપરા જય પ્રકાશનગર-પ) ને પકડી લઇ તપાસ હાથ ધરી છે.

(4:37 pm IST)