Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ક્રાન્તિ બેન્ડના યુવાનોની ટીમ કાલે રિલાયન્સ મોલમાં જબરી જમાવટ કરશે

બોલીવૂડ - હોલીવૂડના ગીતો સાથે સંગીતની જમાવટ કરશે

રાજકોટ, તા. ૨૯ : દર વખતની જેમ આ વખતે પણ રેડ એફ. એમ. ૯૩.૫ દ્વારા મહાથપ્પા સીઝન ચાલી રહી છે. જેમાં ક્રાન્તિ બેન્ડ દ્વારા ધૂમ મચાવી રહ્યુ છે. જેમાં બધા યુવાનોને રાજકોટમાં મ્યુઝીકનો નવો દોર લાવી રહ્યુ છે. ક્રાન્તિ બેન્ડ દ્વારા રોક મ્યુઝીક સાથે બોલીવૂડ તથા હોલીવૂડના ગીતોનો સમાવેશ થાય છે.

બેન્ડના યુવાનો ઋચિત જાની (૮૭૫૮૧ ૧૩૭૧૩) (લીડ ગિટારીસ્ટ), કરણ સંઘવી (મો. ૭૪૦૫૦ ૧૬૦૨૧) (રીધમ ગીટારીસ્ટ), વિશાલ ચૌહાણ (ડ્રમર), પ્રિત રાઠોડ (કિ-બોર્ડ), કેયુર વાઘેલા (બેઝ ગિટારીસ્ટ), જય જાની (સીંગર) અને મહેબૂબ તબોલ (સીંગર)નો સમાવેશ થાય છે.

૯૩.૫ રેડ એફ.એમ. દ્વારા ધમાકેદાર મહાથપ્પાના અંતિમ દોરમાં ફૂડ ફેસ્ટ થઈ રહ્યો છે જે રીલાયન્સ મોલ (૧૫૦ ફૂટ રીંગ રોડ, બીગ બજારની સામે) આવતીકાલે તા.૩૦ના શનિવારે સાંજે ૫ વાગ્યે શરુ થશે. જાહેરજનતાને આમંત્રણ અપાયુ છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:21 pm IST)