Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

એક કરોડ ૪૪ લાખની રકમના ચેક રિટર્ન કેસમાં ૧૪ રિવિઝન અરજી નામંજુર

રાજકોટ તા.૨૯: રૂ.૧૩ કરોડ ૪૪ લાખની રકમના ચેક રિટર્ન કેસમાં થયેલ ૧૪ રિવિઝન અરજીઓને સેસન્સ અદાલને રદ કરી હતી.

છેલ્લા ઘણા સમયથી બહારના રાજયના ઉદ્યોગપતિઓ/ડીલરો/વેપારીઓ દ્વારા ગુજરાત અને તેમાય સૌરાષ્ટ્રને ટારગેટ બનાવી ધંધાકીય તથા વેપારી સંબંધો બાંધી બાદમાં લાખો-કરોડોની છેતરપીંડીઓ કરવામાં આવતી હોવાના અનેક કિસ્સાઓ બની રહે છે ત્યારે સૌરાષ્ટ્રના નામાંકીત અને પ્રથમ હરોળના ઉધોગપતિ રાજકોટના રવિ મેટસ ટીટ્રમેન્ટના પ્રોપરાઇટર સાથે પુનાની અર્નવ એન્જીનીયર્સના પ્રોપરાઇટરે ધંધાકીય સંબધો કેળવી ધંધાના ઉપયોગ માટે ફરીયાદી પાસેથી ૨ કરોડની રકમ મેળવી ૩ લાખ પરત કરી બાકી ૧ કરોડ ૯૭ લાખ પરત કરવા આપેલ ૧૪ ચેકો રીર્ટન થતા તે સંબધે નીચેની અદાલતમાં ૧૪ કેસો દાખલ થયેલ.

આ કેસો ચાલતા દરમ્યાન ફરીયાદીની આરોપી તરફેની ઉલટ તપાસ બાદ ફરીયાદીના વકીલ સુરેશ ફળદુએ ફેરતપાસની માંગણી કરેલ અને ફેરતપાસ પુર્ણ થયા બાદ આરોપી તરફેથી કોઇ ઉલટ તપાસ કરવામાં આવેલ નહી જેથી અદાલતે આરોપીની ૧૦ કેસોમાં એફ.એસ.લીધેલ અને તે ફાઇનલ દલીલ પર મુકવામાં આવેલ અને ૪ કેસોમાં આરોપીનુ ફર્ધર સ્ટેટમેન્ટ નોંધાવાનું હતુ ત્યારે આરોપીના વકીલ તરફથી ફરીયાદની ફેરતપાસ અન્વયે ઉલટ તપાસ કરવા ફરીયાદીને રીકોલ કરવાની ૧૪ કેસોમાં માંગણી કરતી અરજી આપતા નીચેની અદાલતે તમામ અરજીઓ નામંજુર કરતા તેમની સામે આરોપી દ્વારા રાજકોટની સેશન્સ અદલતમાં નીચેની અદાલતોના ૧૪ હુકમો પડકારતી ૧૪ રીવીઝન અરજીઓ દાખલ કરેલ હતી.

તમામ હકીકતો લક્ષે લેતા નીચેની અદાલતના હુકમમાં હસ્તક્ષેપ કરવો વ્યાજબી જણાતુ ન હોવાનુ માની રાજકોટના એડી.સેશન્સ જજ દ્વારા તમામ ૧૪ રીવીઝન અરજીઓ રદ કરતો હુકમ ફરમાવવાતા અદાલત પરીસરમાં કાનુની ચર્ચાનો વિષય બની ગયેલ છે.

ઉપરોકત કામમાં મુળફરીયાદી રવિ મેટલ ટ્રીટમેન્ટના માલિક રમેશભાઇ રાચ્છ વતી સૌરાષ્ટ્રના નામાંકીત એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, સંજય ઠુંમર, સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા તથા સરકાર તરફે મહેશભાઇ જોષી રોકાયેલ હતા.

(4:19 pm IST)