Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

વેસ્‍ટર્ન રેલ્‍વે મજદૂર સંઘ દ્વારા ૫જુલાઈથી લોન ટેનિસ ટૂર્નામેન્‍ટ

અન્‍ડર-૧૨, ૧૪ના બોયઝ- ગર્લ્‍સ ભાગ લેશે

રાજકોટ,તા.૨૯: વેસ્‍ટર્ન રેલ્‍વે મજદૂર સંઘ રાજકોટના ડીવીઝનલ સેક્રેટરી હિરેનભાઈ મહેતાની યાદી જણાવે છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓપન રાજકોટ લોન ટેનિસ ટૂર્નામેન્‍ટનું તા.૫ જુલાઈ થી ૮ જુલાઈ સુધી રેલ્‍વે ટેનિસ ગ્રાઉન્‍ડ, કોઠી કમ્‍પાઉન્‍ડ, ખાતે કરવામાં આવેલ છે.

આ ટૂર્નામેન્‍ટ અન્‍ડર-૧૨ અને અન્‍ડર-૧૪ એમ બંને વયજૂના ભાઈઓ અને બહેનો વચ્‍ચે રમાશે. આ ટૂર્નામેન્‍ટમાં ભાગ લેવા ઈચ્‍છતા ખેલાડીઓએ પોતાની એન્‍ટ્રી તા.૩ જુલાઈ સુધીમાં જસ્‍મીન ઓઝા, મો.નં.૯૮૨૫૮ ૯૯૧૭૪ ઉપર પહોંચતી કરવા યાદીમાં જણાવવામાં આવે છે.

(4:19 pm IST)