Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ચેક રિટર્નના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ૨૯: ચેક રિટર્ન અંગેનો કેસ ચાલી જતાં અદાલતે આરોપી નરેન્દ્ર કાંતિભાઇ જોષી સામેનો કેસ ચાલી જતાં અદાલતે નિર્દોષ છોડી મુકેલ છે.

નેગો.ઇન્સ્યુરન્સની ફરીયાદીની ફરીયાદમાં આરોપી નરેન્દ્રભાઇ કાંતીભાઇ જોષી ઉપર ભરતભાઇ વલ્લભભાઇ પાલા રાધે જવેલર્સ સોની બજાર વાળાએ નરેન્દ્રભાઇ પર નેગો. ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળ રૂ. ૧,૫૨,૮૦૦/- અંકે રૂપિયા એક લાખ બાવન હજાર આઠસો- સોનુ લીધેલ હતું. તેના નાણાં આપ્યાનો કોરો ચેક આપેલ હતો.

આ ચેક બેંકમાં નાખતાં ઇન્સફીસીયન્ટ ફંડના શેરા સાથે પરત ફરતાં તે અંગેની નોટીસ આરોપીને મોકલેલ અને ચેક રીટર્ન અંગેની નેગો. ઇન્સટુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળ જયુડી. મેજી.ની કોર્ટમાં ફરીયાદ કરતા કોર્ટમાં કેસ ચાલતા સદરહું કેસમાં પુરાવાના અંતે ખોટી રકમ અને ખોટા પુરાવાને કારણે તથા હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજુ કરતાં જે ધ્યાને લઇને જે દલીલ કરેલ તે ધ્યાને લઇને આરોપીના વકીલે કોર્ટે આરોપી નરેન્દ્રભાઇ કાંતીભાઇ જોષીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામે બચાવ પક્ષે એડવોકેટ રહીમભાઇ મોર વિગેરે રોકાયેલા હતા.

(4:19 pm IST)