Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

દંતવૈધ લાભશંકરભાઇ શુકલ સ્‍મૃતિ વંદના અંતર્ગત

રવિવારે રતનપરની ગૌશાળાની ગાયો માટે પશુરોગ નિદાન-વેકશીનેશન કેમ્‍પ

ગૌમાતા તથા અન્‍ય પશુઓના ઓપરેશન સહિતની સારવાર નિઃશુલ્‍ક

રાજકોટઃ તા.૨૯, સુપ્રસિધ્‍ધ દંતવૈધ શ્રી લાભશંકરભાઇ એફ. શુકલ સ્‍મૃતિ વંદના અંતર્ગત  આગામી ૮મી પુણ્‍યતિર્થિ નિમિતે એનીમલ હેલ્‍પ લાઇન, રાજકોટના સહયોગથી તા.૧ રવિવારના રોજ રતનપર તેમજ આસપાસની તમામ ગૌશાળાની ગાયો, નંદી માટે મેગા પશુરોગ નિદાન કેમ્‍પ તેમજ વેકસીનેશન કેમ્‍પનું આયોજન કરેલ છે.

 આ કેમ્‍પમાં ગૌમાતા તથા અન્‍ય  પશુઓ  પેટના કરમીયાની દવા, પાચન શકિત  માટે, ખરવા, મોવાસાનું રસીકરણ તેમજ કમોડી રસોડી ગાંઠ ઓપરેશન સહિતની સારવાર નિઃશુલ્‍ક કરી આપવામાં આવશે. 

કેમ્‍પમાં એનીમલ હેલ્‍પલાઇનના ડો. અરવિંદભાઇ ગડારા, મિતલભાઇ ખેતાણી, પ્રતિકભાઇ સંઘાણી, રમેશભાઇ ઠકકર તેમજ આયુર્વેદ ડેન્‍ટલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી પ્રવિણભાઇ વસાણી ડો. સિધ્‍ધાર્થભાઇ શુકલ, ડો. પુનિતભાઇ શુકલ તેમજ શુકલ પરિવાર કેમ્‍પને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ છે. ગાયમાતા વિશે જાણકારીઃ

 (૧) ગાયમાતા જે જગ્‍યાએ ઉભી રહીને ખુશીથી શ્વાસ લઇ શકે ત્‍યાં વાસ્‍તુદોષ રહેતો નથી. (૨) ગાયમાતા ખુશીથી ભાંભરે એ જગ્‍યાએ દેવી દેવતા ફુલો વરસાવે છે.   (૩)  ગાયમાતાના ગળામાં ટોકરી અવશ્‍ય બાંધવી. ગાયમાતાના ગળામાં બાંધેલી ટોકરી વાગવાથી ગાયમાતાની આરતી થાય છે. (૪) જે કોઇ વ્‍યકિત ગાયમાતાની સેવા પુજા કરે છે તેના ઉપર આવનાર બધુ દુઃખ ગાયમાતા હરી લે છે. (૫) ગાયમાતાની ખરીમાં નાગદેવતાનો વાસ હોય છે. જે જગ્‍યાએ ગાયમાતા ફરે છે તે જગ્‍યાએ સર્પ-વિછી કયારેય આવતા નથી. (૬) ગાયમાતાના છાણમાં લક્ષ્મીજીનો વાસ હોય છે. (૭) ગાયમાતાની એક આંખમાં ચંદ્રદેવ અને બીજી આંખમાં સુર્યદેવનો વાસ હોય છે. (૮) ગાયમાતાના દુધમાં રોગ પ્રતિકારક શકિત પુષ્‍કળ પ્રમાણમાં છે. જે રોગની ક્ષમતા નાશ કરી નાખે છે. (૯) ગાયમાતાની પુછડીમાં શ્રી હનુમાનજી મહારાજનો વાસ છે. કોઇપણ વ્‍યકિતને ખરાબ નજર  લાગે તો  ગાયમાતાની પુંછડીથી ઝાડો  નાખવાથી નજર ઉતરી જાય છે. (૧૦) ગાયમાતાની કુંધમાં સુર્યકેતુ નામની નાળી હોય છે. રોજ સવારે અડધો કલાક ગાયમાતાની કુન્‍ધ ઉપર હાથ ફેરવવાથી રોગોનો નાશ થાય છે. (૧૧)ગાયમાતાને નીણ ખવડાવવાથી ત્રેવીસ કરોડ દેવી દેવતાઓને ભોગ ચડે છે (૧૨) ગાયમાતાના દુધ-ધી-માખણ- દહિ- છાણ-ગૌમુત્રથી બનાવેલ પંચદ્વવ્‍ય ઘણા રોગોની ઔષધી છે. તેના સેવનથી અસાધારણ રોગ મટી જાય છે.  (૧૩) ગાયમાતાની સેવા માટે દેવી-દેવતાઓએ પુથ્‍વી પર અવતાર લીધો હતો. ગાયમાતાએ હાલનું ચાલતુ મંદીર છે. આપણા સનાતન ધર્મમાં તેત્રીશ કરોડ દેવી-દેવતાઓ છે. આપણે રોજ તેત્રીશ કરોડ દેવી-દેવતાઓના મંદીરે જઇ શકતા નથી પણ ગાયમાતાના દર્શનથી બધા દેવોના દર્શન થઇ જાય છે.

  અંતમાં ગાયમાતા બધા સુખોની દાતાર છે.  હે મા તમે અનંત- તમારા ગુણ અનંત એટલુ મારામાં સાર્મથ્‍ય નથી કે હુ આપના ગુણોને વખાણ કરી શકુ. ગાયમાતા બચાવો- પૃથ્‍વીને પ્રદુષણથી અટકાવો.

(4:09 pm IST)