Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

બી.એડ એડમીશન સ્ટેટસ ઓન લાઇન મુકવા એબીવીપીની માંગણી

રાજકોટ, તા., ૨૯: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીએડની પ્રવેશ પ્રક્રિયા ખુબ પારદર્શક રીતે થઇ રહી છે તે પ્રશંસનીય છે. ચાલુ વર્ષે ખુબ ઘસારો છે ત્યારે યોગ્ય વિદ્યાર્થીઓને યોગ્ય કોલેજમાં પ્રવેશ મળે તે હેતુથી તેમાં એક સુધારો કરવો જોઇએ ેતેવું અભાવિપ માંગ કરી છે.

હાલ જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળી રહયો છે તેને કઇ કોલેજમાં કેટલા એડમીશન થયા? તેમજ કેટેગરી વાઇઝ શું સ્થિતિ છે? તેની વિદ્યાર્થીને ઓનલાઇન માહીતી મળતી નથી. તેને કારણે ઘણા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે તેથી પ્રવેશ પ્રક્રિયાના દરેક સાઉન્ડ પછી ઓનલાઇન એડમીશન અંગેની તમામ વિગતો હવે પછીથી દરેક વર્ષે મુકવી જોઇએ. હાલ તુરત ગઇકાલે પુર્ણ થયેલ ત્રીજા એડમીશન રાઉન્ડ પછી એડમીશનની અદ્યતન માહીતી કોલેજની સીટ વાઇઝ તેમજ કેટેગરી વાઇઝ અપલોડ કરવામાં આવે તેવી અભાવિપ માંગ કરે છે.

બાકી રહેલ સીટ માટે એડમીશનની પ્રક્રિયા માટે ચોથો રાઉન્ડ રાઉન્ડ કયારે થશે? તેમજ ચોથ રાઉન્ડ પુર્ણ થયે બાકી રહેતી સીટો માટે એડમીશન કઇ રીતે મળી શકશે તેની માહીતી આપવામાં આવે તેવી માંગ છે. આ બાબતે વિદ્યાર્થી પરીષદ રાજકોટ મહાનગર નાં પ્રતિનિધિમંડળ દ્વારા કાર્યકારી કુલપતિ ડો.નીલામ્બરીબેન દવેને રજુઆત કરવામાં આવી હતી.

(3:59 pm IST)