Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

૧ જુલાઇ ડોકટર્સ ડેઃ ડો. ઠક્કર હોસ્પિટલમાં દાંત-કાન-નાક-ગળાના રોગોનો નિદાન-સારવાર કેમ્પ

ડો.હિમાંશુ ઠક્કર અને ડો. કૃપા ઠક્કર દ્વારા હોસ્પિટલ ખાતે સારવાર કેમ્પ

રાજકોટ તા. ૨૯: સોૈરાષ્ટ્રની પ્રથમ હરોળની હોસ્પિટલોમાની એક ઠો.ઠક્કરની દાંત તથા કાન-નાક-ગળાની અદ્યતન સર્જીકલ હોસ્પિટલ એન્ડ એન્ડોસ્કોપી સેન્ટર, વિદ્યાનગર મેઇન રોડ, ૨૦૨-લાઇફ લાઇન, બીજે માળે, રાજકોટ. તા. ૧ જુલાઇના રોજ રાહત દરે દાંત તથા કાન-નાક-ગળાનો નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવશે.

ઠક્કર હોસ્પિટલ ખાતે ડો. હિમાંશુ ઠક્કર દ્વારા સાયન્સ એન્ડોસ્કોપી અને કેમેરા દ્વારા જુની શરદી, સાયન્સ, તથા નાકના મસાનું નિદાન, નાકની ત્રાસી હડકી વિ.નું ઓપરેશન, વિડીયો એન્ડોસ્કોપી દ્વારા ગળું, અન્નનળી, શ્વાસનળી તથા સ્વરપેટીના રોગો જેવા કે ઘોઘરો અવાજ વિ.ની તપાસ અને સારવાર કાનની બહેરાશનું (ઓડિયોમેટ્રી), ચક્કર, કાનના તમરા વિ.નું નિદાન, નાકસુર-આંખમાંથી સતત પાણી નીકળતુ હોય તેનું નાકવાટે દુરબીનથી ટાંકા વગરનું ઓપરેશન. નાકમાંથી નીકળતા લોહીની કાયમી સારવાર, ગળા તથા શ્વરપેટીના રોગો માટે આધુનિક સાધનો વડે શ્વરપેટી તથા ગળાના કેન્સર વિ.નું ચેકા ટાંકા વગરનું ઓપરેશન કરી આપવામાં આવે છે અને દર્દીને માત્ર સવારથી સાંજ સુધી જ હોસ્પિટલમાં રોકાણ અને ખુબ જ ઝડપી રિકવરી મળે છે. વ્યસનથી બંધ થઇ ગયેલ મો ની સારવાર, ગળાની ગાઠની સારવાર, એલર્જીની સારવાર...

તેમની સાથે ડો. મિસીસ કૃપા એચ. ઠક્કર આ હોસ્પિટલમાં દાંતના સર્જન છે કે જેઓ છેલ્લા ૧પ વર્ષથી પણ વધારે સમયથી પ્રેકટીસ કરી રહયા છે એન દાંતના અનેક રોગોની સારવારમાં તેમની માસ્ટરી છે જેવી કે ડહાપણ દાઢ જેવી કે વાંકી, ત્રાંસી, એકદમ આડી જડબામાં ફસાયેલી વિ. તેઓ ગણતરીની મિનીટોમાં જ કાઢી આપે છે આ ઉપરાંત સિંગલ સિટિંગ રુટ કેનાલ ટ્રીટમેન્ટ, દાંતના મુડીયાની સારવાર તથા બાળકોમાં સડી ગયેલા દાંતની સારવારમાં તેઓની માસ્ટરી છે તે ઉપરાંત ફિકસ દાંત, બત્રીસી, સિરામિક દાંત, દાંતની સુંદરતા વધારવા માટે ટુથ વ્હાઇટનિંગ તથા પેઢાના પાયોરિયાની સારવાર આધુનિક સાધનો વડે કરી આપવામાં આવે છે. ડેન્ટલ ઇમ્પલાન્ટ કે જેમાં જડબામાં સ્ક્રુ નાખી ફિકસ દાંત તથા જેના પર ચોકઠાં પણ બેસાડવામાં આવે છે તે સારવાર કરી આપવામાં આવે છે. નાના બાળકોની દાંતની સારવાર પણ કરી આપવામાં આવશે.

આ તબકકે દાંત તથા કાન-નાક-ગળાના રોગો માટે રાહત દરે નિદાન તથા ખુબ જ રાહત દરે જરૂરિયાતમંદ દર્દીઓ માટે કાન-નાક-ગળાના ઓપરેશનો તથાં દાંતની સારવાર રાહત દરે કરી આપવામાં આવશે.

કેમ્પનો સમયઃ તા. ૦૧-૦૭-૨૦૧૮ રવિવાર સવારે ૧૦ થી ૧

 અગાઉથી નામ નોંધાવવું જરૂરી.

કેમ્પનું સ્થળઃ- ડો. ઠક્કરની દાંત તથા કાન-નાક-ગળાની હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ,૨૦૨-લાઇફ લાઇન, બીજેમાળે, રાજકોટ. ફોન. ૦૨૮૧-૨૪૮૩૪૩૪. મો. ૯૧૦૬૧૧૯૦૩૮.

(3:59 pm IST)