Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ધરણામાં રાજીવ સાતવ-અમિત ચાવડા સહિતના પ્રદેશ નેતાઓ હાજર નહીં રહેતા અનેક તર્કવિતર્કો

રાજકોટ : આજે રાજકોટમાં યોજાયેલ કોંગ્રેસ કિશાન સેલના ધરણામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અીમત ચાવડા તથા ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ હાજરી આપનાર હતા, પરંતુ તેઓ ઉપસ્થિત નહીં રહેતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા હતાં.

કોંગી વર્તુળોમાં એવી ચર્ચા જાગી હતી કે હાલમાં શહેર કોંગ્રેસમાં જુથવાદ સળગ્યો છે. ઇન્દ્રનીલ જુથમાં રાજીનામા પડી રહ્યા છે અને જયારે પક્ષે શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતના જુથના કોર્પોરેટરો-એકબીજા વિરૂદ્ધ પ્રદેશ પ્રમુખ અને પ્રભારીને રજૂઆત કરવાની તૈયારી કરીને બેઠા હતાં આથી પસ્થિતિ પામી ગયેલા ઉપરોકત બન્ને આગેવાનોએ રાજકોટ આવવાનું ટાળ્યું હોવાની ચર્ચા છે.

(3:52 pm IST)
  • ગાંધીનગરમાં નીતીનભાઇ પટેલને મધુ શ્રીવાસ્તવ, કેતન ઇનામદાર મળશેઃ ભાજપના ૩ ધારાસભ્યોની નારાજગીનો મામલેઃ પોતાના અસંતોષ અંગે કરશે ચર્ચા access_time 4:25 pm IST

  • શનિવારે સતત બીજાદિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થશે નહિ :શુક્રવાર અને ગુરુવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રખાયા હતા : બુધવારે પેટ્રોલના ભાવમાં લીટરે 5 પૈસા અને ડીઝલના ભાવમાં 11 પૈસાનો ઘટાડો થયો હતો :મંગળવારે ડીઝલના ભાવ યથાવત રાખ્યા હતા જયારે પેટ્રોલમાં લિટરે નવ પૈસા ઘટ્યા હતા access_time 1:13 am IST

  • જગન્નાથની રથયાત્રા પુર્વે નરોડા કેનાલ નજીક હથિયારો સાથે ૨ની ઘરપકડ : અમદાવાદ રથયાત્રા પુર્વ નરોડા કેનાલ નજીકથી હથિયારો સાથે ૮ પૈકી ૨ લોકોની ઘડપકડઃ ક્રાઇમ બ્રાન્ચે ૬ પિસ્તલ, ૨ રીવોલ્વર, ૪ મેગેઝીન, ૧૦૧ કાર્ટિસ જપ્ત કર્યા access_time 4:08 pm IST