Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ચીલઝડપ અને બાઇક ચોરીનો ભેદ ઉકેલાયોઃ મહિલા સહિત બે પકડાયા

રાજકોટ તા. ર૯ : પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા  જોઇન્‍ટ પોલીસ કમિશનર ડી.એસ. ભટ્ટ તથા ડીસીપી કરણરાજ વાઘેલા તથા માલવીયાનગર પોલીસ મથકના પી.આઇ. એન.એન.ચુડાસમાના મર્ગદર્શન હેઠળ પીએસઆઇ યુ.બી.જોગરાણા તથા હેડ કોન્‍સ. રાહીદભાઇ સમા, ઇન્‍દ્રજીતસિંહ ગોહીલ, દીલીપસિંહ જાદવ, મયુરસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા અને મુકેશભાઇ લોખીલ સહિત પેટ્રોલીંગમાં હતા ત્‍યારે પીએસઆઇ જોગરાણા સહિતને મળેલી બાતમીના આધારે લક્ષ્મીનગર મેઇન રોડ અશોક ગાર્ડન પાસે એક નંબર વગરનું બાઇક લઇને પસાર થતા યુવક-યુવતીને શંકાના આધારે રોકી લાયસન્‍સ તથા બાઇકના કાગળો માગતા તે ગલ્લા તલ્લા કરવા લાગતા પોલીસે તેનુ નામ પુછતા પોતે સમીર કાસમભાઇ બ્‍લોચ (ઉ.ર૪) (ફકીર) (રહે. સદરબજાર હરીહર ચોક) તેની સાથે અફરોઝ ઉર્ફે પરીન ઇલ્‍યાસભાઇ આંરબીયાણી (ઉ.૩૦) (મેમણ) (રહે.કાલાવડ રોડ વૃંદાવન સોસાયટી પાછળ વામ્‍બે આવાસ યોજના કવાટર બ્‍લોક નં.૪૧ નામ આપ્‍યું હતું પોલીસે સમીરની પુછપરછ કરતા તેણે પોતાની પાસેનું બાઇક તાલુકા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાંથી ચોર્યાની કબુલાત આપતા બંનેને પકડી આંકરી પુછપરછ કરતા સમીરે અગાઉ માલવીયાનગર વિસ્‍તારમાં ચીલઝડપ કર્યાની અને મહિલાએ મદદગારી કર્યાની કબુલાત આપતા બંનેની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

(5:19 pm IST)