Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

અંબાજી કડવા પ્‍લોટમાં પટેલ વૃધ્‍ધના મકાનમાં દરોડોઃ જુગાર રમતા ૪ પકડાયા

મકાન માલીક અરજણ પટેલ, દીપક શીંગાળા, મહેશ રામાણી અને મહિપતસિંહ ઝાલાની ધરપકડ

રાજકોટ તા.૨૯: અંબાજી કડવા પ્‍લોટ મેઇન રોડ પર રહેતા પટેલ વૃધ્‍ધના મકાનમાં માલવીયાનગર પોલીસે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ માલવીયાનગર પોલીસ મથકના પીઆઇએન.એન. ચુડાસમાની સૂચનાથી ડીસ્‍ટાફના પીએસઆઇ યુ.બી જોગરાણા, તથા રાહીદભાઇ, દીલીપસિંહ, મયુરસિંહ, ઇન્‍દુભા, કુલદીપસિંહ અને હરપાલસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્‍યારે પીએસઆઇ જોગરાણા અને કુલદીપસિંહને મળેલી બાતમીના આધારે અંબાજી કડવા પ્‍લોટ મેઇન રોડ પર રહેતા અરજણ બોધાભાઇ પટેલ (ઉ.વ.૬૭)ના મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગર રમતા મકાનમાલીક અરજણ પટેલ તથા નવલનગર પાસે વિનાયકનગર-૨નો દીપક જયંતીભાઇ શીંગાળા (ઉ.વ.૫૦), ૮૦ ફુટ રોડ શ્રધ્‍ધાપાર્ક-૧નો મહેશ કરશનભાઇ રામાણી (ઉ.વ.૬૦) તથા ચંદ્રેશનગર-૭ના મહિપતસિંહ ભાવસિંહ ઝાલા (ઉ.વ.૫૨)ને પકડી લઇ રૂા.૧૨,૭૮૦ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી.

(1:12 pm IST)