Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

બાઇક કેમ માથે નાંખે છે? કહી થોરાળામાં ધર્મેશ વાઘેલા પર હુમલો

શબ્બીર ઓડિયોવાળાએ કાન પર કંઇક ફટકારી દીધું

રાજકોટ તા. ૨૯: થોરાળાના રામનગર-૧૧માં રહેતાં ધર્મેશ ઉર્ફ સાહિલ નરેશભાઇ વાઘેલા (ઉ.૧૮) નામના ચમાર યુવાનને  ઘર નજીક બકાલા ચોકમાં શબ્બીર ઓડિયોવાળાએ ઝઘડો કરી કાન પર કોઇ વસ્તુ મારી દેતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.

ધર્મેશ બે ભાઇમાં નાનો છે અને કોલેજમાં અભ્યાસ કરે છે. તેના સગાના કહેવા મુજબ ધર્મેશ બાઇક લઇને નીકળ્યો ત્યારે શબ્બીર ઓડિયોવાળો સામે બાઇક લઇને આવતાં તેણે કેમ માથે નાંખે છે? કહી ઝઘડો કરી હુમલો કર્યો હતો. થોરાળા પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

(1:04 pm IST)