Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

રાજકોટના ગુન્‍હામાં વોન્‍ટેડ કિશનને જેતપુરમાંથી એલસીબીએ ઝડપી લીધો

રાજકોટ તા. ૨૯ : રાજકોટના ગુન્‍હામાં વોન્‍ટેડ આરોપીને જેતપુરમાંથી એલસીબીએ ઝડપી લીધો હતો.

ડી.જી.પી.સા.દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે ડ્રાઈવ રાખવામાં આવેલ હોય જે અનુસંધાનેપોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના તેમજ એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. જે.એમ.ચાવડા સા.ના માર્ગદર્શન હેઠળ LCBએ.એસ.આઈ. મહંમદભાઇ ચૌહાણ, પો.હેડ કોન્‍સ. કરશનભાઇ કરોતરા, રવિદેવભાઇ બારડ, પો.કોન્‍સ.રહિમભાઇ દલ, મયુરસિંહ જાડેજા વિગેરેના ઓએ રાજકોટ ભક્‍તિનગર પો.સ્‍ટે. ગુ.ર.ન.૨૫૧/૧૭ IPC À.૩૭૯, ૧૧૪,૪૧૧ મુજબના ગુન્‍હાનો નાસતો ફરતો આરોપી કિશન ઉર્ફે બાડો વિનુભાઈ સમેચા દેવીપૂજક રહે.જેતપુર વાળાને  સીઆરપીસી ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી જેતપુર સીટી પો.સ્‍ટે. સોંપેલ છે.

(12:48 pm IST)