Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

લોહાણા મહાજનની ચૂંટણીમાં ૪૮ માંથી ૩૬ ઉમેદવારી ફોર્મ ભરાઇને પરત આવ્‍યા

બે મહિલા ઉમેદવારોએ પણ ચૂંટણીમાં ઝંપલાવ્‍યુંજ્જ રમેશભાઇ ધામેચા, યોગેશભાઇ પૂજારા, જનકભાઇ કોટક, રાજુભાઇ પોબારૂ, હસમુખભાઇ બલદેવ, બલરામભાઇ કારીયા, બિપીનભાઇ રૂઘાણી, દિલીપભાઇ ચતવાણી, મિતેષભાઇ રૂપારેલીયા, સંજયભાઇ લાખાણી, પરેશભાઇ શીંગાળા સહિતના એ ઉમેદવારી નોંધાવીજ્જ પ્રતાપભાઇ કોટકે ઉમેદવારી ન નોંધાવતા આヘર્ય!જ્જ આવતીકાલ સાંજ સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે

રાજકોટ તા. ૨૯: લોહાણા મહાજન રાજકોટની ચૂંટણીમાં પ્રમુખપદના ઉમેદવારી ફોર્મ ભરીને પરત આપવાની ગઇકાલે છેલ્લી તારીખ હતી. જેમાં કુલ ૩૬ ઉમેદવારી ફોર્મ ભરાઇને પરત આવ્‍યા છે. કુલ ૪૮ ઉમેદવારી ફોર્મ ઉપડયા હતા. આવતીકાલ તા. ૩૦ જુન શનિવારના રોજ સાંજ સુધીમાં ભરેલા ફોર્મ તથા ઉમેદવારી પાછા ખેંચી શકાશે. તા. ૧ જુલાઇ, ૨૦૧૮ ના રોજ સવારે મહાજનવાડીના નોટીસ બોર્ડ ઉપર ચૂંટણી લડતા તમામ ઉમેદવારોનું ફાઇનલ લીસ્‍ટ મુકવામાં આવશે. તે જ દિવસે સાંજે નિરીક્ષકો (ચૂંટણી કમિશ્નર) દ્વારા ચૂંટણી લડતા તમામ ઉમેદવારોની એક મિટીંગ રાખેલ હોવાનું પણ જાણવા મળેલ છે.

મહાજન પ્રમુખપદની ચૂંટણી માટે જે ઉમેદવારોએ ફોર્મ ભરીને પરત આપ્‍યા છે તેમાં મુકેશભાઇ ડી. પૂજારા, વિપુલકુમાર એલ. ભોજાણી, નિખિલભાઇ આર. પોપટ, તૃપ્તીબેન ડી. રાજવીર, જનકભાઇ એમ. કોટક, પ્રશાંતભાઇ એલ. સૂચક, જીતેન્‍દ્રભાઇ પી. રાયજાદા, હરેશભાઇ એસ. પૂજારા, પરેશભાઇ પી. શીંગાળા, વિજયભાઇ એન. કાબાણી, ઘનશ્‍યામભાઇ સી. કારીયા, સુરેશભાઇ જી. મણિયાર, સંજયભાઇ પી. લાખાણી, બિપીનભાઇ જે. રૂઘાણી, નિલેષભાઇ આર. જોબનપુત્રા, અજયભાઇ એમ. દેવાણી, દિપકકુમાર એન.ચાંદ્રાણી, હરેશકુમાર કે. દાવડા, રાજેન્‍દ્રભાઇ સી. ઠક્કર, નિલેષભાઇ કે. તન્ના, યોગેશભાઇ એચ. પૂજારા, રાજેન્‍દ્રભાઇ પી. પોબારૂ, દિલીપભાઇ બી. ચતવાણી, રમેશચંદ્ર ડી. ધામેચા, અશોકકુમાર એમ. સચદે, મિતેષભાઇ આર. રૂપારેલીયા, પારૂલબેન એન. જોબનપુત્રા, કલ્‍પેશભાઇ કે. તન્ના, અશોકભાઇ એચ. કુંડલીયા, બાલકૃષ્‍ણભાઇ (બલરામભાઇ) સી. કારીયા, બિપીનચંદ્ર કે. રેલીયા, હસમુખભાઇ બી. બલદેવ, બિપીનભાઇ પી. પોપટ, કલ્‍પેશભાઇ જે. કુંડલીયા, વિરલભાઇ ડી. અઢીયા તથા દિપકભાઇ પી. મદલાણીનો સમાવેશ થાય છે. પ્રતાપભાઇ કોટક દ્વારા ઉમેદવારી ફોર્મ ઉપાડવામાં આવ્‍યું હતું. પરંતુ ફોર્મ ભરાઇને પરત ન આવતા અમુકને આヘર્ય થયું હતું.

તા. ૮ જુલાઇના રોજ યોજાનાર લોહાણા મહાજન રાજકોટની પ્રમુખપદની ચૂંટણીમાં એક સાથે ૩૬ જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા છે તે એક વિક્રમ જ કહી શકાય. લોહાણા મહાજન રાજકોટના ઇતિહાસમાં પ્રમુખપદની ચૂંટણીમાં એક સાથે ૩૬ જેટલાં ઉમેદવારો લડતા હોય તેવો કદાચ આ પ્રથમ બનાવ હશે. ચૂંટણીને કારણે સમગ્ર સમાજમાં ઉત્તેજનાભર્યો માહોલ છવાઇ ગયો છે.

(10:08 am IST)