Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

હૃદયની નળીમાં જામી ગયેલા કેલ્‍શિયમને તોડવા જટિલ પ્રકારની સર્જરી કરાઇ

કાર્ડીયોલોજીસ્‍ટ ડો. અંકુર ઠુમ્‍મર અને ડો. મનદીપ ટીલાળાએ દર્દીને નવજીવન આપ્‍યું

રાજકોટ તા. ર૯ : આધુનિક યુગમાં જેમ હૃદય રોગના નવા પ્રકાર સામે આવી રહ્યા છે તેવી રીતે તેની સારવાર કરવાની નવી નવી ટેકનોલોજી પણ ઉદ્દભવી રહી છે. આપણા રાજકોટ શહેરમાં આવી જ એક નવી અને આધુનિક પધ્‍ધતિ દ્વારા પ૮ વર્ષના પુરૂષ દર્દીના હૃદયના નળીમાં બ્‍લોકેજ દુર કરવામાં આવ્‍યો હતો.

હૃદયની નળીના કોઇક બ્‍લોકેજમાં વધારે ચરબીનું પ્રમાણ હોય છે અને અમુક બ્‍લોકેજમાં સખત કઠણ કેલ્‍શિયમનું પ્રમાણે વધારે હોય છે ત્‍યારે બલુન અને સ્‍ટેન્‍ટ ઉતારવામાં આવે અને ફુલાવવામાં મુશકેલી આવતી હોય છે. કેલ્‍શિયમના કારણે ઘણીવાર કેસને બાયપાસ (હૃદયને ખોલીને કરવામાં ઓપરેશન) માટે રીફર કરવામાં આવે છે પરંતુ હવે ટેકનોલોજી ઘણી જ વિકસિત થઇ ગઇ છે. લિથોટ્રિપ્‍સી વર્ષોથી કિડનીની પથરીઓના ઇલાજમાં વપરાતી ટેકનોલોજી છે.કિડનીની પથરી જો મોટી હોય તો તેને શોકવેવ લિથોટ્રીપ્‍સીથી નાની નાની પથરીઓ તોડવામાં આવે છે અને પથરી પછી પેશાબના રસ્‍તે શરીરની બહાર નીકળી જાય છે. હવે એ જ ‘‘શોકવેવ લિથોટ્રિપ્‍સી'' ટેકનોલોજી હૃદયની નળીઓમાં બ્‍લોકેજમાં રહેલા કઠણ કેશ્‍યિમને તોડવામાં મદદરૂપ સાહિત થઇ રહી છે. આ ટેકનોલોજી ખૂબજ સરળ અને સુરક્ષીત છે જેની હૃદયની નળીઓ પર કોઇ આડઅસર થતી નથી.

SHOCKWAVE-IVLહાથ કે પગની નળી મારફત લિથોટ્રિપ્‍સી કેથેટરને હૃદયની નળી સુધી લઇ જવામાં આવે છે જયાં ચોકકસ જગ્‍યાએ પહોંચીને એમના તબીબી જ્ઞાન દ્વારા ડોકટર ત્‍યાં આ થેરાપી આપે છે. પ૮ વર્ષના પુરૂષ દર્દીને હૃદય રોગનો હુમલો આવતા સ્‍ટર્લિંગ હોસ્‍પિટલ, રાજકોટના કાર્ડિઓલોજી વિભાગના કાર્ડીયોલોજીસ્‍ટ ડો. અંકુર ઠુમ્‍મર અને ડો. મનદીપ ટીલાળાની દેખરેખ હેઠળ સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા. એન્‍જિયોગ્રાફી થઇ એમાં ખબર પડી કે ડાબી બાજુની હૃદયની નળીમાં ૯૦% બ્‍લોકેજ છે અને બ્‍લોકેજમાં કઠણ કેલ્‍શિયમનું પ્રમાણ ખૂબ છે. ''SHOCKAVE-Intra Vascular Lithotripsy'' ની અતિ આધુનિક ટેકનોલોજીથી આ પેશન્‍ટની નળીમાં કેલ્‍યિશમને તોડીને હૃદયની નળીને ખોલીને લોહીનો પ્રવાહ પુનઃ સંચારિત કરી ( મેડીકેટેડ સ્‍ટેન્‍ડ મુકી એમને એટેકમાંથી બહાર કાઢવામાં આવ્‍યા હતા. આ આખી પ્રક્રિયા કોઇપણ પ્રકાના ચીરફાડ કે ટાંકા વગર કરવામાઆવી હતી.

(6:02 pm IST)