Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

વોર્ડ નં. ૧૬માં નંદા હોલ સામે કોર્પોરેશને બૂલડોઝર ફેરવ્‍યું : ૧૧ મકાનો તોડી પડાયા : ટીપી રોડ પરનું દબાણ દૂર

રાજકોટ,તા. ર૯ : મ્‍યુનિ. કમિશ્નરશ્રી આનંદ પટેલનાઆદેશ અનુસાર તથા ટાઉન પ્‍લાનીંગ ઑફિસર  એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ આજ તા.૨૯ નાં રોજ ઈસ્‍ટ ઝોન વિસ્‍તારના વોર્ડ નં.૧૬માં ટી.પી.સ્‍કીમ નં.૬ (રાજકોટ)ના નંદા હોલ સામેના ૧૫.૦૦ મીટર ટી.પી.રોડમાં આવેલ ગેરકાયદેસર બાંધકામ ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.  ટી.પી.સ્‍કીમ નં.૬ (રાજકોટ) રાજ્‍ય સરકાર દ્વારા તા.૩૧/૦૭/૧૯૯૫થી મંજુર કરવામાં આવેલ છે. જે અન્‍વયે અત્રેથી જી.પી.એમ.સી.ની.એક્‍ટ-૧૯૭૬ની કલમ-૬૮ હેઠળ આ રોડ પરના કુલ-૧૧ દબાણકર્તાઓને તા.૨૭ થી નોટીસ આપવામાં આવેલ છે. જે અન્‍વયે આ દબાણકર્તાઓએ બાંધકામ દુર ન કરતા ફરી તા.૧૦/૦૫/૨૦૨૩ના રોજ તેઓને દિન-૪માં દબાણ દુર કરવાનો પત્ર પાઠવવામાં આવેલ. તેમ છતાં બાંધકામ દુર ન કરતા આજ રોજ ટાઉન પ્‍લાનીગ શાખા દ્વારા ડિમોલિશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

અધીકારીઓના ઉમેર્યા પ્રમાણે કુલ ૧૧ રહેણાંક મકાનો તોડી પાડી ર૭પ ચો.મી. જમીન ખુલ્લી કરાઇ હતી.

આ ડિમોલીશનમાં ટાઉન પ્‍લાનીંગ શાખા (ઇસ્‍ટ ઝોન)ના તમામ સ્‍ટાફ  રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા, ફાયર અને ઇમરજન્‍સી વિભાગ, બાંધકામ શાખા તથા કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે તે માટે વિજિલન્‍સ શાખાનો સ્‍ટાફ સ્‍થળ પર હાજર રહેલ હતો.

(4:53 pm IST)