Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુરૂ રામભદ્રાચાર્ય:અદભુત આધ્યાત્મિક સિધ્ધિઓ ના સ્વામી

બાગેશ્વર ધામના યુવા ધર્મગુરૂની ગુપ્‍ત વિદ્યાઓનાસ્ત્રોત જેવા જગદગુરૂ રામભદ્રાચાર્ય વિશેની રોચક વાતો... : માત્ર બે મહિનાની ઉંમરે દ્રષ્‍ટિ ગુમાવી દીધી હોવા છતાં શાષાો, પુરાણો, ભગવદ્‌ ગીતા, રામાયણ અને અનેક ગ્રંથો કંઠસ્‍થ ! : ૨૨ ભાષાના જાણકાર છે જગદગુરૂ રામભદ્રાચાર્ય : ૮૦ કરતા વધુ ગ્રંથોની રચના કરી

બાગેશ્વર ધામના અત્‍યંત લોકપ્રિય એવા ધીરેન્‍દ્ર શાષાી રાજકોટ આવી રહ્યા છે ત્‍યારે તેમના સમર્થ ગુરૂ વિશે ઓછી જાણીતી વાતો

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્‍દ્ર કૃષ્‍ણ શાષાી હાલ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન ચર્ચામાં છવાયેલા છે. ભારતભરમાં દરબાર લગાવ્‍યા બાદ તેમના પર અંધવિશ્વાસ ફેલાવવાનો આરોપ લાગી રહ્યો છે. ઘણા લોકો પંડિત ધીરેન્‍દ્ર શાષાીના સમર્થનમાં આવ્‍યા છે તો ઘણા લોકો પંડિત ધીરેન્‍દ્ર શાષાીનો વિરોધ કરી રહ્યા છે. આ અંગે થોડા સમય પહેલા બાગેશ્વર ધામના પંડિત ધીરેન્‍દ્ર કૃષ્‍ણ શાષાી વિશે તેમના ગુરૂ રામભદ્રચાર્યજીએ એક નિવેદન આપ્‍યું હતું. ગુરુએ પોતાના શિષ્‍ય માટે કહ્યું હતું કે, મારો શિષ્‍ય ચરિત્રહીન નથી, ચમત્‍કારી છે. ગુરૂ રામભદ્રચાર્યજીએ તેમના શિષ્‍ય પંડિત ધીરેન્‍દ્ર શાષાી માટે કહ્યું હતું કે, તેને પરંપરાથી જે પ્રસાદ મળ્‍યો છે તે તેનું વિતરણ કરે છે. કઈ ભૂલ કરે છે બિચારો? વિવાદ એટલા માટે ઉભા થાય છે કારણ કે સારા લોકોની ઉન્નતિ કેટલાક જોઈ નથી શકતા. તે નાનકડો ૨૬ વર્ષનો બાળક છે તેનો ઉત્‍કર્ષ અમુક જોઈ નથી શકતા.

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્‍દ્ર કૃષ્‍ણ શાષાી વિશે તો સૌ કોઈ જાણવા લાગ્‍યા છે પણ તેમના ગુરુ રામભદ્રચાર્યજી વિશે બહુ ઓછા લોકો જાણે છે. પંડિત ધીરેન્‍દ્ર શાષાીના ગુરુ જગદગુરુ રામભદ્રાચાર્યજીનો જન્‍મ ૧૯૫૦માં મકરસંક્રાંતિના દિવસે ઉત્તરપ્રદેશના જૌનપુરમાં એક સરયુપરીન બ્રાહ્મ ણ પરિવારમાં થયો છે. જગદગુરુ રામભદ્રાચાર્યજીએ માત્ર બે મહિનાની ઉંમરે તેમની આંખોની રોશની ગુમાવ્‍યા પછી પણ ત્રણ-ચાર વર્ષની ઉંમરે કવિતાઓ લખવાનું કરવાનું શરૂ કર્યું હતું અને આઠ વર્ષની નાની ઉંમરે તેમણે ભાગવત અને રામકથા કરવાનું શરૂ કર્યું હતું. રામભદ્રાચાર્યજી ચિત્રકૂટમાં રહે છે. તેમનું સાચું નામ ગિરધર મિશ્રા છે. તે વિદ્વાન, શિક્ષણશાષાી, બહુભાષી, લેખક, ઉપદેશક, ફિલસૂફ અને હિંદુ ધાર્મિક નેતા છે. તેઓ રામાનંદ સંપ્રદાયના હાલના ચાર જગદગુરુઓમાંના એક છે અને ૧૯૮૮થી આ પદ સંભાળે છે. તેઓ ચિત્રકૂટમાં જગદગુરુ રામભદ્રાચાર્યજી વિકલાંગ યુનિવર્સિટીના સ્‍થાપક છે. તેઓ આ યુનિવર્સિટીના આજીવન ચાન્‍સેલર પણ છે. એટલું જ નહીં, રામભદ્રાચાર્યજીએ જ સુપ્રીમ કોર્ટમાં રામલલાના પક્ષમાં વેદ પુરાણના સંદર્ભ સાથે નિવેદન આપ્‍યું હતું જે રામ મંદિર કેસમાં ખૂબ જ મહત્‍વનું અને ઉપયોગી સાબિત થયું હતું.

જગદગુરૂ રામભદ્રાચાર્યજીએ ચિત્રકૂટમાં તુલસીપીઠની સ્‍થાપના કરી છે. તેઓ રામકથાના વાચક તરીકે ખૂબ જ લોકપ્રિય છે. નાની ઉંમરથી અંધ હોવા છતાં રામભદ્રાચાર્યજી ૨૨ ભાષાઓના જાણકાર છે અને અત્‍યાર સુધીમાં ૮૦ ગ્રંથોની રચના કરી ચૂક્‍યા છે. ગુરુ રામભદ્રાચાર્યજીએ કુલ ચાર મહાકાવ્‍યોની રચના કરી છે, જેમાં બે સંસ્‍કૃતમાં અને બે હિન્‍દીમાં છે. ભારતમાં તુલસીદાસના શ્રેષ્ઠ નિષ્‍ણાતોમાં તેમની ગણતરી થાય છે. વર્ષ ૨૦૧૫માં ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણથી સન્‍માનિત કર્યા હતા. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્‍દ્ર કૃષ્‍ણ શાષાી ગુરૂ રામભદ્રાચાર્યજીના શિષ્‍ય છે. જયારે ધીરેન્‍દ્ર શાષાીના ચમત્‍કારો પર વિવાદ વધ્‍યો છે ત્‍યારે તેમના ગુરુ રામભદ્રાચાર્યે તેમનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકો ધીરેન્‍દ્ર શાષાીને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

રામભદ્રાચાર્યજીને રાજકોટ

સાથે છે વર્ષો જૂનો સંબંધ

રાજકોટના ભક્‍તિનગર સર્કલ પાસે ગીતા મંદિર આવેલું છે. એક સમયે આ મંદિર બાજુમાં જ શ્રી ગીતા જ્ઞાન મંદિર પ્રાથમિક શાળા કાર્યરત હતી. રામભદ્રાચાર્યજી ગીતા મંદિર ટ્રસ્‍ટ સંચાલિત શાળામાં  દર વર્ષે આવતા હતા અને બાળકો સાથે ગીતા જયંતિની ઉજવણી કરતા હતા.

ગીતા મંદિર દ્વારા શાળાના પટાંગણમાં જ તેમની કથા આયોજિત કરવામાં આવતી હતી. આજે ગીતા મંદિર સામે જે ગીતા હોલ આવેલો છે ત્‍યાં રામભદ્રાચાર્યજી રહેતા હતા, તેઓ એ સ્‍થળ પર દિવસે કથા કરતા હતા અને સાંજના સમયે શાળાના બાળકો જે સાંસ્‍કૃતિક કૃતિઓ રજૂ કરતા તેમને બિરદાવવા હતા.

જયારે-જયારે રામભદ્રાચાર્યજી રાજકોટ આવતા હતા ત્‍યારે-ત્‍યારે તેમની સાથે ગીતા દેવી પણ હાજર રહેતા હતા. રામભદ્રાચાર્યજી અનેક વખત રાજકોટ આવી ચૂક્‍યા છે.

ધીરેન્‍દ્ર શાષાીના ગુરૂ રામભદ્રાચાર્યજી પાસે છે અનેક ઉપલબ્‍ધિઓ

રામભદ્રાચાર્યજીને તેમની પુરસ્‍કૃત કૃતિ ‘શ્રીભાર્ગવરાઘવીયમ્‌' બદલ ૨૦૦૫ના વર્ષનો કેન્‍દ્રીય સાહિત્‍ય અકાદમી પુરસ્‍કાર આપવામાં આવ્‍યો છે. તેમણે નવ્‍ય વ્‍યાકરણમાં આચાર્ય એમ.એ. તથા પીએચ.ડી. અને ડી.લિટ્‍.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. હિંદી, અંગ્રેજી, ફ્રેંચ તેમજ ભારતની પ્રાદેશિક ભાષાઓ જેવી કે ભોજપુરી, મૈથિલી, ઊડિયા, ગુજરાતી, પંજાબી, મરાઠી, માગધી, અવધી અને વ્રજ ભાષાનું જ્ઞાન ધરાવે છે. તેમણે વિદ્યાર્થી અવસ્‍થાથી જ લેખનકાર્યનો આરંભ કર્યો હતો. ‘આઝાદ ચંદ્રશેખર ચરિતમ'(૧૯૭૫) તેમની પ્રથમ રચના છે. સંસ્‍કૃતમાં : ‘પ્રસ્‍થાનત્રયીભાષ્‍યમ્‌', ‘નારદભક્‍તિસૂત્ર', ‘રામસ્‍તવરાજ', ‘ભૃંગદૂતમ', ‘સરયૂલહરી', ‘રાઘવાભ્‍યુદયમ્‌' તથા હિંદીમાં : ‘અરૂંધતી મહાકાવ્‍ય', ‘કાકા વિદુર', ‘મા'' શબરી' (કાવ્‍ય), ‘માનસ મેં તાપસ પ્રસંગ', ‘સીતાનિર્વાસન નહીં'(વિવેચન), ‘ભરતમહિમા', ‘તુમ પાવક મ હ કાહુ નિવાસા' અને ‘માનસ મેં સુમિત્રા'(પ્રવચન) તેમની પ્રમુખ કૃતિઓ છે.

રામભદ્રાચાર્યજીને ભારતના રાષ્ટ્રપતિ, લાલબહાદુર શાષાી સંસ્‍કૃત વિદ્યાપીઠ (નવી દિલ્‍હી), પાર્લમેંટ ઓવ્‌ રિલિજન્‍સ (શિકાગો), ઉત્તરપ્રદેશ સંસ્‍કૃત સંસ્‍થાન, મધ્‍યપ્રદેશ સંસ્‍કૃત અકાદમી તથા સંપૂર્ણાનંદ સંસ્‍કૃત વિશ્વવિદ્યાલય (વારાણસી) દ્વારા સન્‍માનિત કરવામાં આવ્‍યા છે. તેઓ જગદગુરુ રામભદ્રાચાર્યજી હેંડીકેપ્‍ડ યુનિવર્સિટીના સ્‍થાપક છે. વળી તેમણે વિકલાંગ વિદ્યાર્થીઓ માટે ૨ ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓ સ્‍થાપી છે. તેમની પુરસ્‍કૃત કૃતિ ‘શ્રીભાર્ગવરાઘવીયમ' મહાકાવ્‍યમાં તેમણે પ્રશિષ્ટ શૈલી અપનાવી છે અને પોતાના વિચારો સબળ રીતે રજૂ કર્યા છે. એમની આલંકારિક રીતિ માઘ કવિની યાદ તાજી કરાવે છે. તેમની આ કૃતિમાં વ્‍યાકરણ, છંદઃશાષા અને કાવ્‍યશાષા-વિષયક સંદર્ભોના સૂઝપૂર્વકના વિનિયોગના કારણે આ કૃતિ સંસ્‍કૃતમાં લખાયેલ ભારતીય મહાકાવ્‍ય રૂપે એક મહત્ત્વનું પ્રદાન છે.

રામભદ્રાચાર્યજીએ હનુમાન ચાલીસામાંથી ચાર ભૂલ શોધી કાઢી છે!

રામભદ્રાચાર્યજીએ તુલસીકૃત હનુમાન ચાલીસાના ચાર શ્‍લોકોમાં ચાર અચોક્કસતા કહી છે. તેઓને સુધારવામાં આવે તેવું પણ તેમણે જણાવ્‍યું હતું. હનુમાન ચાલીસામાં રહેલી ભૂલો અગેના તેમના નિવેદનને લઈને વિવાદ ઉભો થયો હતો. રામભદ્રાચાર્યજી કહેતા રહ્યા છે કે, હનુમાન ભક્‍તોએ ચાલીસાની ચોપાઈનો યોગ્‍ય રીતે જાપ કરવો જોઈએ. તેમણે કહ્યું છે કે, ‘શંકર સુવન કેસરી નંદન' એક ચાલીસામાં છપાયેલું છે, જયારે તે ‘શંકર સ્‍વયં કેસરી નંદન' હોવું જોઈએ. તેમણે દલીલ કરી હતી કે હનુમાનજી સ્‍વયં ભગવાન શિવના અવતાર છે. તે શંકરજીના પુત્ર નથી. તેથી જ ચોપાઈમાં છપાયેલ ‘સુવન' અશુદ્ધ છે. આ ઉપરાંત ચોપાઈમાં ‘રામ રસાયન તુમ્‍હારે પાસ આ સદા રહો રઘુવર કે દાસ...' બદલે ‘સાદર રહો રઘુપતિ કે દાસા.' હોવું જોઈએ. આ ઉપરાંત ચોપાઈમાં ‘સબ રામ તપસ્‍વી રાજા'ને બદલે ‘સબ પર રામ રાજ ફિર તાઝા'હોવું જોઈએ. ચોથી અયોગ્‍યતા વિશે તેમણે કહ્યું છે કે, ‘જો સત બાર પાઠ કર કોઈ'ને બદલે ‘યે સત બાર પાઠ કર જોહી'હોવું જોઈએ.

(4:51 pm IST)