Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

ઝાડા-ઉલ્‍ટી-તાવના ૧૧૮થી વધુ કેસ

આકરા ઉનાળામાં રોગચાળો દેખાયો : મનપાના મેલેરીયા વિભાગ દ્વારા ૧૯૫ ઘરોમાં ફોગીંગઃ મચ્‍છર ઉત્‍પતિ સબબ ૩૭૫ને નોટીસ

રાજકોટ તા.૨૨ : શહેરમાં છેલ્લા સપ્‍તાહમાં આરોગ્‍ય વિભાગના ચોપડે શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્‍ટીના ૩૦૦થી વધુ કેસ નોંધાયા છે. જ્‍યારે મચ્‍છરજન્‍ય રોગચાળાના એકપણ દર્દી નોંધાયો નથી.

આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૨૨ થી તા.૨૮ મે સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.  છેલ્લા સપ્તાહમા મેલેરીયાનો ૧ કેસ તંત્રનાં ચોપડે નોંધાયા છે.

શરદી-તાવના ૩૦૦ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૧૮૪ તેમજ સામાન્‍ય તાવના ૨૭ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૯૧  સહિત કુલ ૩૦૨ દર્દીઓ નોંધાયા હતા.

મચ્‍છર ઉત્‍પતિ

સબબ ૩૪૭ ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧૦૫૧૯   ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૧૯૫ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૩૭૫ લોકોને નોટીસ પાઠવી છે.

 

 

(4:45 pm IST)